કેલ્શિયમ, ફાયબર અને ક્રૂકટોઝનું ઉતમ સંયોજન: એકમાત્ર એવું ફળ જેના સ્વાદનો ઉપયોગ ‘નમકીન’ માટે પણ થાય છે તથા પ્રસાદ માટેની ઉતમ સામગ્રી પણ છે બારેમાસ મળતું આ ફળ
બનાના લગભગ સૌ કોઈનું પ્રિય ફળ પૈકીનું એક છે. કોઈક ભાગ્યે જ એવા લોકો હશે જેને કેળુ પસંદ નહીં હોય. કેળાનું સેવન કરવાના કેટલાક સ્વાસ્થ્ય લાભો જાણવા જરૂરી છે. એ સિવાય કેળા વિશે અમુક લોકપ્રિય વાતો પૈકીની એક એ પણ છે કે કેળુ અન્ય ફળોની સાપેક્ષમાં સામાન્ય લોકોને પણ આર્થિક રીતે પરવડે તેવું બારેમાસ મળતું ફળ છે. એ સિવાય કેળુ એકમાત્ર એવુ ફળ છે જેને ફળ સિવાય ‘નમકીન’ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કેળાને ફ્રુટ ડીશમાં સામેલ કર્યા સિવાય તેમાંથી સબજી, વેફર્સ અને ચેવડો પણ બનાવી શકાય છે. બાળકોથી માંડીને સૌ કોઈનું આ માનીતુ ફળ પ્રસાદ માટેની ઉતમ સામગ્રી પણ છે.
ગરમીના દિવસોમાં કેળાને ડાયટમાં કેવી રીતે સામેલ કરી શકાય છે તેના વિશે કેટલીક મહત્વની વાતો જાણવી જરૂરી છે. વર્કઆઉટ કરતા પહેલા અથવા પછી ભોજન લેવામાં વાર હોય તો મિની મિલ તરીકે કેળુ લઈ શકાય છે.
કેળુ સૌથી ઓછુ એસિડની માત્રા ધરાવતું ગુણકારી ફળ છે અને દિવસની શરૂઆત કરવા માટેનું લાભદાયી ફળ પણ છે. કારણકે કેળાથી એસીડીટી, માઈગ્રેન જેવી સમસ્યાઓને દુર કરવામાં મદદ મળે છે.
હાઈપોથાઈરોડિઝમ દરમિયાન શરીર પર્યાપ્ત માત્રામાં થાઈરોઈડ હોર્મોન તૈયાર નથી કરતું જેના કારણે શરીરમાં થાક અને આળસનો અનુભવ થાય છે. કેળા વિશે એક એવી પણ માન્યતા છે કે કેળુ એનર્જીનો રીચ સોર્સ છે. જે હાઈપોથાઈરોડિઝમના કારણે શરીરમાં થતી ઉર્જાની ઉણપને દુર કરે છે અને એનર્જેટીક બનાવે છે. કેળુ ખાવાથી મુડ પણ સારો રહે છે. કેળુ બાળકો માટેનું ગુડ મીલ છે.
ન્યુટ્રનીસ્ટના મતે દિવસમાં સ્મોલ મીલ લેવાની આદત ધરાવનારાઓએ ડાયટમાં બનાના મિલ્ક શેક જરૂર સામેલ કરવો જોઈએ. એ સિવાય મોડી રાત સુધી ભણતા બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા તેમજ પોસ્ટ વર્ક આઉટ દરમિયાન બનાના મિલ્ક શેકનું સેવન કરવુ ખુબ ફાયદામંદ છે. કેળુ પચાવવામાં સરળ તથા અન્ય ફળોની સરખામણીએ આર્થિક દ્રષ્ટિએ પણ પરવડે તેવું ઉતમ ફળ છે.
ભોજનના અંતે કેળાનું સેવન લાભદાયી
કેળામાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે. જે કબજીયાત તો દુર કરવામાં મદદ કરે છે એ સિવાય કેળામાં ક્રૂકટોઝનું સ્તર ઓછું હોય છે જે આઈબીએસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તેથી ભોજન લીધાની થોડી મિનિટો બાદ કેળાનું સેવન કરવું જોઈએ.