ઘણી વાર આપણે જરૂરિયાત કરતાં વધારે માણસોનું જમવાનું બનાવી નાખતા હોય છીએ અને તેમાં રોટલી વધારે બનાવી હોયતો કા તો તેને વઘારીને ખાવી પડે નહિ તર તેનો ચેવડો બનાવીને ખાવો પડે છે અને દરેક વખતે આવું ખાયને બધા કંટાળી ગયા હોય છીએ તો આજે આપણે આ વધેલી રોટલી માથી નુડલ્સ બનાવી હા, મિત્રો તમને વિચાર આવતો હશે કે રોટલીમાથી નુડલ્સ કેવી રીતે તો ચાલો આજે આપણે રોટલીમાંથી નુડલ્સ બનાવતા શીખીએ …..
સામગ્રી:
– 6 રોટલી (લંબાઈમાં કાપેલી)
– 1 મોટી ડુંગળી (ઝીણી સમારેલી)
– 3 ટામેટાં (ઝીણાં સમારેલા)
– 1 ગાજર (લંબાઈમાં સમારેલું)
– 2 લીલા મરચાં
– 1 ટેબલ સ્પૂન સોયા સોસ
– 1 ટેબલ સ્પૂન ધાણાજીરું
– 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
– 1 ટીસ્પૂન હળદર પાઉડર
– 1 ટીસ્પૂન ગરમ મસાલો
– મીઠું સ્વાદ મુજબ
– 1 ટેબલસ્પૂન તેલ
– ગાર્નિશિંગ માટે કોથમીર
બનાવવાની રીત:
કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખીને 3 મિનિટ સુધી ફ્રાઇ કરો. હવે તેમાં ગાજર અને ટામેટાંના ટુકડા નાખીને 5 મિનિટ સુધી ફ્રાઇ કરો. વેજિટેબલ્સ ફ્રાઇ થઈ જવા પર તેમાં મીઠું અને તમામ મસાલા નાખીને સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં સોયા સોસ નાખીને મિક્સ કરો. ત્યારપછી તેમાં રોટલીના ટુકડા મિક્સ કરો. સરખી રીતે મિક્સ કર્યા પછી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ-ગરમ સર્વ કરો.