દિલ્હીમાં ગાંધી સ્મૃતિ પરિસરમાં અહિંસા સદભાવના સમારોહ યોજાયો
ગાંધીજીના જીવનમાં જૈનત્વના સંતોનો જબરદસ્ત પ્રભાવ હતો
અહિંસા સમારોહના અધ્યક્ષનું ગાંધી સ્મૃતિ ચિન્હથી સન્માન
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનારાજધાની દિલ્લી આગમનના શુભ અવસર પરગાંધીજીના સહાદત સ્થાનને સાંભળનાર, ગાંધી સ્મૃતિ એવમ્ દર્શન સમિતિ – નવી દિલ્હી, આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીના ઉપક્રમે અહિંસા અને સત્ય ધર્મનો સંદેશ આપતાં અહિંસા સદભાવના સન્માન અલંકરણ સમારોહ, જયાં ગાંધીજીએ તેમનો અંતિમ શ્વાસ લીધો હતો તે ભૂમિ,ગાંધી સ્મૃતિમાં,દિલ્લી ખાતે ઉજવવામાં આવ્યો રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજે કહ્યુ હતું. કે, સંપતિને નમસ્કાર કરવાવાળા બહુ ઓછા લોકો છે જયારે સંસ્કારોને સમગ્ર જગત નમસ્કાર કરે છે.
સમગ્ર જગતને સ્વયંના સત્ય અને અહિંસાના ગુણથી પ્રભાવિત કરનાર મહાત્મા ગાંધીજીની ગુણ સ્મૃતિ કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, “એક બીજ કેટલું પણ સારું હોય પરંતુ તેને કેવા પ્રકારની માટીમાં વાવવામાં આવે છે અને કઈ રીતે તેની રક્ષા કરવામાં આવે છે તેના આધાર પર તેની વિકાસ યાત્રા પ્રારંભ થાય છે. ગાંધીજીના જીવનમાં જૈનત્વના સંતોનો જબરદસ્ત પ્રભાવ હતો. ગોંડલ સંપ્રદાયના પૂજ્યશ્રી બેચરદાસજી સ્વામી, જેમના માટે ગાંધીજીએ સ્વયંની આત્મકથામાં લખ્યું છેમારા જીવનને અગર કોઈએ મહાન બનાવ્યું હોય અને અહિંસા, સદભાવનાથી જોડી રાખ્યું હોય તો તે ત્રણ પ્રતિજ્ઞાઑ હતી, જે પૂજ્ય બેચરદાસજી સ્વામીએ આપી હતી. શ્રમણ સંઘના શ્રેષ્ઠ મહાસાધ્વીજી પૂજ્ય ઉજ્જવલ કુમારીજી મહાસતીજીની સાથે પણ ગાંધીજીએ ૧૯ દિવસ સુધી ધર્મ ચર્ચા કરી હતી.આ અહિંસા સમારોહના અધ્યક્ષ દિલીપભાઇ ધોળકિયા અને સંયોજક, પ્રશાંતજી જૈનને ગાંધી સ્મૃતિ પ્રતિક અંગ વસ્ત્ર અને ચરખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ, દિલ્લી ગુજરાતી સંઘના નિલેશભાઈ ગોહેલ, કેતનભાઈ વોરા, મુકેશભાઇ દોશી, ભવિનભાઈ દોશી દ્વારા આ કાર્યક્રમના પ્રયોજક, અમિતરાયજી જૈનને નવકાર મંત્રની ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી સ્મૃતિ દર્શન સમિતિના અધ્યક્ષ દિપાંકરજી, નાથજી એ પરમ ગુરુદેવના પ્રતિ અહોભાવ અભિવ્યક્ત કરી સ્વાગત કરતા કહ્યું કે, દુનિયા અહિંસાથી ચાલી રહી છે, તે પ્રમાણિત સત્યની પ્રેરણા કરવા સ્વયં ગુરુદેવ દિલ્લી પધાર્યા છે.
અમિતરાયજીનુ સંચાલન, પ્રશાંતજી જૈનની આભાર વિધિ તેમજ પરમ ગુરુદેવના મુખેથી પ્રાર્થનીય ભાવો સાથે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલી શ્રદ્ધાંજલિ સાથે આ અવસર દિલ્લી માટે અવિસ્મરણિય બની ગયો.