ભારત દેશ એ અનેક વિધ સંસ્કૃતિ તેમજ ધર્મોથી ભરપૂર છે. ભારત દેશમાં દરેક રાજ્યની એક અલગ ઓળખ છે. દરેક રાજ્યના લોકોની પોતાની જુદી જ ખાસિયત છે. ભારતમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો વસે છે અને દરેક લોકોની પોતાની માન્યતા અને અલગ ધર્મ પર આસ્થા છે. પણ ઘણી એવી માન્યતા પણ છે જેની પર દરેક લોકો વિશ્વાસ કરતાં હોય છે. એવું માનવમાં આવે છે કે ભારતના જે મંદિર સૌથી જૂના જેને આપણે પ્રાચીન મંદિરો કહીએ છીએ એ જેટલા પ્રાચીન હશે તેટલી જ તેની શક્તિઓ લોકોને વધુ પ્રભાવિત કરે છે. ભારતમાં લગભગ ૭૦૦ વર્ષ જૂના મંદિરો પણ આવેલા છે. આજ મંદિરો વિષે આજે જાણીએ.
1 વેંકટેશ્વર મંદિર (આંધ્ર પ્રદેશ)
આંધ્ર પ્રદેશના તિરુપતિમાં આવેલ ભગવાન વિષ્ણુનું વેંકટેશ્વર મંદિર વિષે કોણ નથી જાણતું? વેંકટેશ્વર મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત મંદિર છે. એવું માનવમાં આવે છે કે આ મંદિરને ૧૦મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ માનવમાં આવે છે. જે દક્ષિણ ભારતના આર્કિટ્રેકચર અને શિલ્પકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.આ મંદિરની માન્યતા અનુસાર મંદિરનો પડછાયો પડતો નથી અને ભક્તોને આ મંદિરનો પડછાયો ક્યારેય દેખાતો નથી.
2 બૃહદેશ્વર મંદિર (તામિલનાડું)
તામિલનાડુંના તેંજોરમાં આવેલ બૃહદેશ્વર મંદિર વિષે તમે ઘણી વાતો સાંભળી હશે. તમને જાણીને આશ્ચર્ય કે આ મંદિરનું નિર્માણ લગભગ ૧૦૦૩ થી ૧૦૧૦ની વચેના સમય ગાળામાં રાજા ચોલ પ્રથમ એ બનાવ્યું હોવાનું માનવમાં આવે છે. જો કે મંદિરની સાચી ઉમરનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે. દુનિયાનું આ પહેલું ગ્રેનાઇટ મંદિર છે. જેમાં ૮૦ ટન જેટલા ગ્રેનાઇટ પથથરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મદિર જેટલું ભવ્ય છે તેટલું સુંદર પણ છે. લોકોમાં આ મંદિર પ્રત્યેની ઘણી ઊંડી આસ્થા રહેલી છે.
3 દુર્ગા મંદિર (વારાણસી)
વારાણસી શહેરના પ્રાચીન મંદિરોમાં સૌથી પ્રાચીન મંદિર રામનગરનું દુર્ગા મંદિર છે. આ મદિરનું નિર્માણ ક્યારે થયું એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. મંદિર સાથે અમુક માન્યતા જોડાયેલી છે. માનવમાં આવે છે કે અહી જે દુર્ગા માતાની મુર્તિ છે જે સ્વયંભૂ છે. આ મંદિરમાં એક દુર્ગા કુંડ પણ છે જેમાં મોટી સંખ્યામાં લોકો તહેવારોમાં સ્નાન કરવા આવે છે.
4 મુંડેશ્વરી મંદિર (બિહાર)
ભારતના પ્રાચીન મંદિરોમાં બિહારનું મુંડેશ્વરી મંદિર પણ છે માનવમાં આવે છે કે આ મંદિર હુવિષ્કાના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી બિરાજમાન છે. આ મંદિર કૈમુર જિલ્લાના ભગવાનપુર અસની પવરા પહાડી પર આવેલું છે. લોકોમાં આ મંદિરને લઈને આસ્થાઓ તો જોડાયેલી છે જ સાથે સાથે માનવમાં આવે છે કે જે પણ વ્યક્તિ પોતાની ઇચ્છા માટે અહી પ્રાર્થના કરે છે એ અચૂક પૂર્ણ થઈ છે.
5 લિંગરાજ મંદિર (ઓડિસ્સા)
જ્યારે પ્રાચીન મંદિરો વિષે વાત થતી હોય ત્યારે ઓડિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલ લિંગરાજ મંદિરને કઈ રીતે ભૂલી શકાય? આ મંદિરને લગભગ ૧૧મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અહી એક જ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેના દર્શન થઈ શકે છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ શાલિગ્રામના રૂપમાં છે.
આ હતા ભારતના પ્રાચીન મંદિરો જેની ચોક્કસ ઉમર કોઈ જાણી શક્યું નથી માત્ર અંદાજ કાઢી શક્યા છે કે કઈ સદીમાં બનાવવામાં આવ્યા હશે. આ તમામ મંદિરો ભવ્યાતિ ભવ્ય મંદિરો છે. આ મંદિરો સદીઓ પહેલા બનાવવામાં આવ્યા હતા. આજે તે મંદિરોની શિલ્પકલા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અત્યારના આધુનિક યુગમાં આટલી ટેક્નોલૉજી હોવા છતાં આપણે તેવા મંદિરો બનાવવાનો વિચાર માત્ર પણ ન કરી શકીએ. સદીઓ પહેલાના મંદિરો શ્રેષ્ઠ આર્કિટ્રેકચર અને શિલ્પકલાના અદભૂત ઉદાહરણોની સાથે ભારતના ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ પણ છે.