ડિજીટલ ઈન્ડીયા: હવે UPI ટ્રાન્સફર માટે ભારતીય નંબરની જરૂર નથી
મોદી સરકારે 10 દેશોમાં રહેતા બિન નિવાસી ભારતીયોને આપી એક નવી સુવિધા આપી છે કે જેમાં વિદેશમાં બેઠા બેઠા વતનમાં નાણા ટ્રાન્સફર કરી શકશે.
આ દશ દેશોમાં સિંગાપુર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટન સામેલ છે. ડિજીટલ ઈન્ડીયાની આ સુવિધા હેઠળ હવે UPI ટ્રાન્સફર માટે ભારતીય નંબરની જરૂર નથી.
10 દેશોમાં રહેતા ભારતીયો હવે ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરી શકશે. 10 દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) તેમના ભારતના ફોન નંબર દ્વારા UPI સેવાઓનો ઉપયોગ કરી શકે છે.કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે 30 એપ્રિલ સુધીમાં બેન્કો સુવિધા શરુ કરી દેશે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીએ બુધવારે રૂપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે 2,600 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી છે. યુપીઆઈના આ મોટા પગલાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગોને મદદ મળશે. આ યોજના હેઠળ, બેંકોને રુપે અને યુપીઆઈનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે.
મોદીએ બુધવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના આજના કેબિનેટના નિર્ણયથી ભારતને ડિજિટલ પેમેન્ટમાં વધુ પ્રોત્સાહન મળશે.