એનઆરઆઈ લોકોને લગ્ન કરીને ભાગવુ પડશે મોંઘુ: લગ્ન નોંધણી નહીં કરાવનારનો પાસપોર્ટ જપ્ત થશે
લગ્ન કરી વિદેશ લઈ જવાની લાલચ આપી પોતે ફરાર થનાર એનઆરઆઈ ભારતીયોને બાનમાં લેવા રાજયસભામાં એનઆરઆઈ બીલ પસાર કરવામાં આવ્યું છે. જેથી હવે ભારતીય સાથે લગ્ન કરનારા બિન નિવાસીઓએ લગ્નની નોંધણી ૩૦ દિવસમાં ફરજીયાત કરાવવી પડશે.જો કોઈ પણ એનઆરઆઈ ૩૦ દિવસની અંદર લગ્નની નોંધણી નહીં કરાવે તો તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવી શકે છે.
આ પ્રકારના કેસમાં જો કોર્ટમાં હાજર ન થાય તો સ્થિર અને સ્થળાંતર થનાર દરેક સંપતિ પણ કેશ સાથે જોડવામાં આવશે. રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એનઆરઆઈ બીલ ૨૦૧૯ અંતર્ગત સરકાર એનઆરઆઈ લોકોના પાસપોર્ટ જપ્ત કરવાનો અધિકાર ધરાવે છે. જે એનઆરઆઈ ભારતીય મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છુક છે તેને આ કાયદાનું પાલન કરવાનું રહેશે.
બુધવારે બજેટ સત્ર પૂરું થયું હતું ત્યારે લોકસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું. જો કે રાજયસભામાં પસાર થાય ત્યાં સુધી તેને સ્થગીત રાખવામાં આવશે. કેટલીક વખત બનતું હોય છે કે, લગ્ન કરીને વિદેશ લઈ જવાની લાલચ આપી ભારતીય યુવતીઓને એનઆરઆઈ દ્વારા ફસાવવાનું ષડયંત્ર તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારબાદ તેઓ વિદેશ ભાગી ગયા બાદ પત્નીઓને યાદ તો શું સંપર્ક પણ કરતા નથી. પરંતુ આ પ્રકારના કાયદાથી તેઓ લગ્ન નોંધણીની બાબતે છટકબારી કરી શકશે નહીં અને કાયદાની માયાજાળથી તેઓ વચનબદ્ધ રહેશે.