કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળા બાદ મોટાભાગના ખરીદદારો હવે ટૂંક સમયમાં મોટા વળતર આપે તેવા ક્ષેત્રમાં રોકાણ કરવા તરફ વળ્યા
ચીનના વુહાનમાંથી ઉભા થયેલા કોવિડ-19 જન્ય કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વમાં આંટો લઈ લીધા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં બિનનિવાસી રોકાણકારોનું રોકાણ 18 ટકા જેટલું વધવા પામ્યું છે. જો કે, ત્યારબાદ રોકાણનું આ પ્રમાણ 24 થી 22 ટકા સુધી વધવા પામ્યું છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રને ઝડપથી અને વધુ વળતર આપનાર ક્ષેત્ર માનવામાં આવી રહ્યું છે. આર્થિક અનિશ્ર્ચિતતા અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુડી બજારમાં ઉથલ-પાથલ અને અનિશ્ર્ચિતતાની પરિસ્થિતિમાં બિનનિવાસી ભારતીયોનું રોકાણ રીયલ એસ્ટેટમાં વધ્યું છે. ત્રિમાસીક પરિણામોમાં બિનનિવાસી ભારતીયોનું રોકાણ 18 ટકાના વૃદ્ધિદર સાથે 360 જેટલા પ્રોજેકટમાં થતાં 22 થી 24 ટકા જેટલું રોકાણ વધ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ રોકાણ વધ્યું છે. જો કે, બિલ્ડરો અને ડેવલોપરો દ્વારા ઓછા સમયમાં વધુ રોકાણનું વળતર આપે તેવા પ્રોજેકટો બજારમાં મુકતા રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે. એનઆરઆઈ રોકાણનું મુખ્ય સ્ત્રોત જીસીસીમાં કુલ રોકાણના 41 ટકાનું રોકાણ હોય છે. અમેરિકામાં વસતા ભારતીયોએ સિંગાપુર પછી ભારતમાં સૌથી વધુ 17 ટકા રોકાણ કર્યું છે. કેનેડા, બ્રિટન, જર્મની, કેન્યા અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ભારતમાં પણ મોટાપાયે રોકાણ થયું છે.
કોરોના મહામારી દરમિયાન મોટાભાગના રોકાણકારો ઉંચા વળતરવાળા સ્ત્રોતમાં રોકાણ કરવાના આગ્રહી બન્યા છે. 2015માં 1,11,000 ડોલરનું રોકાણ થવા પામ્યું છે. 2014માં એનઆરઆઈ દ્વારા 6 બીલીયન અમેરિકન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું જે વધી 2021માં 13.3 બિલીયન સુધી પહોંચી ગયું છે.