ભારતીય જીવનસાથી સાથે છુટાછેડા બાદ ઓસીઆઇ સ્ટેટસ આપોઆપ નાબુદ થઇ જાય, પછી ઓસીઆઇના અધિકારો ન મળે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાંથી મુળ ભારતીયો સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈને રહે છે. દેશના બંધારણમાં મુળ ભારતીય નાગરિકોને ખાસ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ સમય, સ્થિતી અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી. હવે સમયના તકાજા સાથે દેશહિતમાં સરકાર દ્વારા વર્ષ 2021 માટે દરિયા પારના ભારતીય નાગરિકો માટેના પ્રવર્તમાન નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકા-જાહેરનામુ માર્ચ 2021થી અમલમાં આવ્યું છે.
દરિયા પારના ભારતીયો માટે સરકાર દ્વારા માર્ચ 2021માં બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ઓસીઆઈ કાર્ડ હોલ્ડર ભારતીયો માટે હવે ફરજિયાતપણે તેમના રહેઠાણના સરનામા અને ધંધામાં તબદીલીની નોંધ સરકારમાં કરાવવી પડશે. બીજા એક મહત્વના ફેરફારમાં ઓસીઆઈ કાર્ડ હોલ્ડરે ભારતમાં તબલીગ પ્રવૃતિ માટે ખાસ મંજૂરી લેવાની રહેશે. જૂના સર્ક્યુલર અને જાહેરનામામાં ઓસીઆઈ કાર્ડ ધારકોને આવી કોઈ મંજૂરી લેવાની રહેતી નથી. હવે મિશનરી જર્નાલીસ્ટ પર્વતારોહણની પ્રવૃતિ માટે પણ મંજૂરીની આવશ્યકતાની જોગવાઈ કરવામાં આવી છે. ઓસીઆઈ કાર્ડ હોલ્ડર દ્વારા વ્યવસાયીક ધોરણે ઈન્ટરશીપ માટે પણ વિદેશ મંત્રાલયમાંથી મંજૂરીની આવશ્યકતા આ નવી જોગવાઈમાં કરવામાં આવી છે.
ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને ભારતની મુલાકાત માટે વિઝા લેવો જરૂરી
ઓસીઆઈ ઓવરસીસ સીટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધરાવનાર એનઆરઆઈને ભારતની મુલાકાત કે રહેવા માટે વિઝાની જરૂર રહેતી નથી.
ઓસીઆઈ કાર્ડ ધારકોને અગાઉથી ભારતની મુલાકાત માટે પરવાનગી લેવી જરૂરી ?
ઓસીઆઈ કાર્ડ હોલ્ડર માટે નીચેની પ્રવૃતિઓ માટે ખાસ મંજૂરીની આવશ્યકતા છે.
– સંશોધન અભ્યાસ સંબંધીત પ્રવૃતિ
– સંસ્થાકીય પ્રવૃતિ, પત્રકારત્વ, તબલીગ પ્રવૃતિ અને પર્વતારોહણ પ્રવૃતિ
– વિદેશી સરકાર કે સંસ્થા દ્વારા ભારતમાં કરવામાં આવતી કોઈપણ ઈન્ટરશીપ કે, પ્રવૃતિમાં વિદેશી પ્રતિનિધિ તરીકેની કામગીરી સંભાળવા માટે અથવા ભારતમાં રહીને વિદેશી સંસ્થાઓની સેવા માટે ખાસ પ્રકારની મંજૂરીની આવશ્યકતા છે.
– ઓસીઆઈ રજિસ્ટ્રેશન માટે કોણ યોગ્ય ?
ઓવરસીસ સીટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ માટેની લાયકાત અને યોગ્યતાનું પ્રમાણ ખુબજ વિસ્તૃત રાખવામાં આવ્યું છે. નીચેની લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ ઓવરસીસ સીટીઝન ઓફ ઈન્ડિયાનું કાર્ડ મેળવી શકે છે
– કોઈપણ વ્યક્તિ કે જેમણે ભારતીય પાસપોર્ટ ધારણ કર્યો હોય.
– કોઈપણ વ્યક્તિ કે જેના માતા-પિતા, નાના-દાદા બન્નેના ભારતમાં જન્મ થયા હોય અને કાયમી ભારતીય હોય જે ક્યારેય પાકિસ્તાન, બાંગ્લાદેશના નાગરિકો બન્યા ન હોય અને અન્ય કોઈ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય.
– એવી વ્યક્તિ કે જે 26-1-1950 અથવા ત્યારબાદ કોઈપણ સમયે ભારતનું નાગરિકત્વ મેળવવા લાયક હોય.
– ભારત સરકારના અધિનિયમ 1935માં ઉલ્લેખીત કોઈપણ વ્યક્તિ, તેના માતા-પિતા, પિતા અથવા માતા અથવા બન્ને ભારતમાં જન્મ્યા હોય, અન્ય રાષ્ટ્રમાં રહેતા હોય અને ભારતના વિકાસ માટે યોગ્ય હોય અને 26-1-1950ની સ્થિતિએ ભારતના નાગરિક હોય.
– એક સગીર બાળક જેના માતા-પિતા ભારતમાં વસતા હોય અને કોઈપણ એક ભારતના નાગરિક હોય, કોઈપણ વ્યક્તિનું ભારતના નાગરિક સાથે લગ્ન થયા હોય.
– ઓસીઆઈ કાર્યક્રમ પાકિસ્તાન અને બાંગ્લાદેશી મુળના નાગરિકો માટે નથી.
– ભારતીય મુળ અથવા તો પીઆઈઓ યોજનાની વ્યક્તિ 2015માં પરત થઈ ગયો હોય તેવા લોકોનું શું થાય ?
– 9 જાન્યુઆરી 2015 એ ભારત સરકારે ભારતીય મુળના નાગરિકો અને ભારતીય નાગરિકોની યોજના માટે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. 2002માં પીઆઈઓ કાર્ડયોજનામાં નોંધાયેલ તમામ વર્તમાન પીઆઈઓ કાર્ડ ધારક ઓસીઆઈ માટે માન્ય રહેશે.
પીઆઈઓ કાર્ડને ઓસીઆઈ કાર્ડમાં બદલવાની મુદત શું ?
પીઆઈઓ કાર્ડ ધારકના રૂપમાં નોંધાવા માટે સમય અવધી 31 ડિસેમ્બર 2022 સુધી વધારવામાં આવી છે.
શું એક ઓસીઆઈ કાર્ડ ધારકને ભારત આવવા પર પરદેશી નોંધણી કચેરીમાં નોંધ કરવી જરૂરી
ઓસીઆઈ કાર્ડ ધારકોને ભારતમાં આવી કોઈપણ નોંધણી કરવાની પ્રક્રિયામાંથી છુટ આપવામાં આવી છે.
ઓસીઆઈ કાર્ડ ધારક માટે કોઈ રિપોર્ટીંગ જરૂરી છે ?
ઓસીઆઈ કાર્ડ ધારકો સંબંધે રહેણાંક વિસ્તારમાં ઈ-મેઈલના માધ્યમથી તંત્રને જાણકારી આપીને પોતાના રહેણાંક વિસ્તારની નોંધ કરાવવી જોઈએ.
ઓસીઆઈ કાર્ડ ધારકોને મત આપવાની મંજૂરી છે ?
ઓસીઆઈ કાર્ડ ધારકો મત આપી શકતા નથી અને સાર્વજનિક કાર્યો માટે કામ કરી શકતા નથી. ભારતમાં નાગરિક અધિનિયમ 1955 કલમ 7 અન્વયે સુરક્ષીત રાખવામાં આવ્યા છે.
ભારતીય જીવનસાથી સાથે છુટાછેડા બાદ ઓસીઆઈ સ્ટેટસ રદ્દ થઈ જાય ?
હા વિદેશી પાત્ર એ ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને મેળવેલ ઓસીઆઈ દરજ્જો આવા વિદેશી નાગરિકોના ભારતીય જીવનસાથી સાથે છુટાછેડા થઈ જતા ઓસીઆઈનો દરજ્જો આપો આપ રદ્દ થઈ જાય.
ઓસીઆઈ કાર્ડ ધારકને ભારતમાં ખેતીની જમીન ખરીદવાનો અધિકાર છે ?
ના ઓસીઆઈ કાર્ડ ધારકને ભારતમાં જંગમ મિલકત ખરીદવાની છુટ છે, ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે સ્થાવર મિલકત ખરીદી શકતા નથી. વિદેશી વિનીમય વ્યવસ્થાપન કાનૂની 1999માં એનઆરઆઈને જંગમ મિલકત ખરીદવાનો અધિકાર આપ્યો છે.
ઈન્કમટેક્ષ અધિનિયમ ધારા અંતર્ગત કોને બિન નિવાસી ભારતીયનો દરજ્જો મળે છે
નોન રેસીડેન્સ ઈન્ડિયા એનઆરઆઈનો દરજ્જો ભારતમાં વિદેશીના રોકાણના આધારે આપવામાં આવે છે. વિદેશીનું ભારતમાં રોકાણના દિવસોની સંખ્યા 1લી એપ્રીલથી 31 માર્ચ સુધીના નાણાકીય વર્ષ દરમિયાનના રોકાણ ઉપર નક્કી થાય છે. બિનનિવાસીને વ્યક્તિ તરીકેની વ્યાખ્યામાં કલમ 6 અંતર્ગત ભારતમાં કેટલા દિવસ તે રોકાણ કર્યું તેના પર નક્કી થાય છે.
ઓસીઆઈ કાર્ડ ધારક પ્રવેશ પરીક્ષામાં બેસી શકે ?
એનઆરઆઈ અને દરિયા પારના નાગરિકોને ભારતના ઉચ્ચ વ્યસાયીક અભ્યાસો અને ઉચ્ચ શિક્ષણના પરીક્ષાઓમાં કેટલીક શરતોને આધીન બેસી શકે છે. જો કે, ભારતીય નાગરિકો માટેની અનામત બેઠકો પર ઓસીઆઈ કાર્ડ ધારકને પ્રવેશ અપાતો નથી.
પાસપોર્ટ રિન્યુ કરતી વખતે ઓસીઆઈ કાર્ડ ધારકને કાર્ડ રિ-ઈસ્યુ કરી દેવામાં આવે છે ?
પાસપોર્ટ ઈસ્યુ કરતી વખતે 20 વર્ષની મર્યાદામાં ઓસીઆઈ કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે.
ઓસીઆઈ કાર્ડ ધારકને આર્થિક રોકાણની છુટ છે ?
ભારતમાં ઓસીઆઈ કાર્ડ ધારકને ઈક્વિટી શેર, મુડી રોકાણમાં પૈસા રોકવાની છુટ મળે છે, એ કોર્પોરેટ જગતમાં ઈક્વિટ શેરની લે-વેંચ, મ્યુચ્યુઅલ ફંડ, સિક્યુરીટી ફંડ, શેર લે-વેંચ અને સરકારની એફડીઆઈની જોગવાઈમાં રોકાણ કરી શકે છે.
‘NRI’ વારસામાં મળેલી ખેતીની જમીન રાખી શકે
પરદેશી બીનનિવાસી ભારતીય નાગરીકોના ઓસીઆઇ કાર્ડ ધારક નાગરીકો ખેતીની જમીન ખરીદી શકતા નથી પરંતુ પતુંક કે વારસાદત રીતે મળેલી ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે જંગમ મીલ્કત રાખી શકે છે. ખેતીની જમીન ખરીદવાના બીનનિવાસી ભારતીયોઓને આપવામાં આવ્યો નથી. પરંતુ વારસામાં મળેલી ખેતીની જમીન ફાર્મ હાઉસ સ્થાવર મિલ્કતો સાચવવાનો કે રાખવાનો અધિકાર ધરાવે છે.