સંગીત એ વિશ્ર્વની તમામ સંસ્કૃતિ અને પ્રજાના જીવનનું અભિન્ન અંગ છે જે આપણને ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કરાવવા જેવી અદભૂત અને દિવ્ય અનુભુતિ કરાવે છે. રાજકોટ ખાતે જુના-નવા હિંદી ફિલ્મી ગીતો માટે નિયમિત કાર્યક્રમો આપતી ઘણી સંસ્થાઓ પૈકી કિશોરભાઈ મંગલાણી દ્વારા સંચાલિત ‘સ્માઈલ કરાઓકે કલબ’ પણ રાજકોટના પ્રજાજનોના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. આ સંસ્થા તરફથી તા.૨૨ને શનિવારના રોજ ‘પ્રમુખ સ્વામી હોલ’-રૈયા રોડ રાજકોટ ખાતે રાત્રે ૮:૪૫ કલાકે કરાઓકે મ્યુઝીક સીસ્ટમ ઉપર હિંદી ફિલ્મોના સુમધુર “યુગલ ગીતો (ડયુએટસ)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

કાર્યક્રમમાં સંસ્થા તરફથી સક્ષમ ‘બાળ પ્રતિભાઓ’ને પ્રોત્સાહિત કરવા ફકત ૮-વર્ષની ઉંમરની બાળ કલાકાર રીષિકા ઋષભભાઈ શેઠ તરફથી પણ એક ગીત ફિલ્માંકન સહિત રજુ કરવામાં આવશે. આ જ રીતે સંસ્થાના સભ્ય, ગાયક અને કલાકારો તરફથી ઓરીજીનલ ગીતના સ્ટેજ ઉપર વિડિયો પ્રોજેકશન સહિત જુદા-જુદા યુગલ ગીતો ગાઈને રજૂ કરવામાં આવશે.

યાદગાર અને મધુર ગીતો ડોકટરર્સ વકીલો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ મૌલિક શૈલીમાં અવનવા સૂર-સાઝની અનોખી ઝલક જોવા મળશે જેમાં સર્વ કિશોરભાઈ મંગલાણી, મમતાબેન મંગલાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, સરયુબેન શેઠ, ડો.દિનેશભાઈ શ્રીમાંકર, ડો.રંજનાબેન શ્રીમાંકર, દિવ્યકાંતભાઈ પંડયા, શ્યામભાઈ વિરાણી, સુરેશભાઈ વસદાણી, જીતેન્દ્રભાઈ ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, અશોકભાઈ ચાંદાવડીયા, હીનાબેન કોટડીયા, પરેશભાઈ માણેક, સાધનાબેન વિભાકર, પંકજભાઈ ઝીબા, નિલેષભાઈ જેઠવા, મનહરભાઈ જોષી તથા શાલિનીબેન રેલવાણી અને નિલેશભાઈ મંગલાણી વિગેરે કરાઓકે મ્યુઝીક સીસ્ટમ ઉપર હિંદી ફિલ્મોના સુમધુર “યુગલ ગીતો (ડયુએટસ) રજૂ કરશે. આમંત્રણ કાર્ડ મેળવવા માટે મો.૯૪૨૭૭ ૨૬૨૭૭ કે ૯૭૨૩૪ ૫૯૨૬૮ ઉપર ફોન કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.