ટેલીવીઝન ચેનલોએ સામાજિક રીતે સંબંધિત વિષયો પર ફરજીયાતપણે અડધી કલાકની માહિતી પ્રસારિત કરવી પડશે

9મી નવેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટે ટેલિવિઝન ચેનલો માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ’ગાઇડલાઇન્સ ફોર અપ્લિન્કિંગ એન્ડ ડાઉનલિન્કિંગ ઓફ ટેલિવિઝન ચેનલ્સ ઈન ઇન્ડિયા 2022’ નામની આ માર્ગદર્શિકા  એટલે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે ચેનલો સમાચાર પ્રસારિત નથી કરતી એટલે કે બિનસમાચાર પ્રસારિત ચેનલો હોય અને તેઓ જીવંત  પ્રસારણ કરતાં હોય તો તેમણે પ્રતિ દિવસ રૂ. 1 લાખ ભરવા પડશે. આ જોગવાઈની અસર દેશભરની અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલોને પડનારી છે.

9 નવેમ્બરે કેબિનેટે દરેક ટેલિવિઝન ચેનલ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે કે જેમાં હવે એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે ટેલિવિઝન ચેનલો સમાચારનું પ્રસારણ નથી કરતાં પરંતુ  લાઈવ એટલે કે જીવંત  પ્રસારણ  કરતાં હોય તેવી ટેલિવિઝનની રાષ્ટ્રીય ચેનલોએ દરરોજના રૂ. 1 લાખ અને પ્રાદેશિક ચેનલે દરરોજના રૂ. 50 હજાર ચૂકવવા પડશે. આ જોગવાઈ આવ્યા બાદ અનેક ચેનલો મુસીબતમાં આવી ગઈ છે. ઉપરાંત એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રસારણ કર્તાઓએ એટલે કે ટેલીવીઝન ચેનલોએ સામાજિક રીતે સંબંધિત વિષયો જેમ કે શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો, કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સ્ત્રીઓના કલ્યાણ જેવા વિષયો પર દરરોજ મહત્વની 30 મિનિટની માહિતી ચેનલો પર પ્રસારિત કરવી પડશે.

ધ ઇન્ડિયન બ્રોડકાસિ્ંટગ એન્ડ ડીજીટલ ફાઉન્ડેશન (આઇબીડીએફ)એ કેન્દ્રને ભલામણ કરી છે કે પબ્લિક-સર્વિસ બ્રોડકાસિ્ંટગ (પીએસબી)ની શરત  કાઢી નાખવામાં આવે અથવા બ્રોડકાસ્ટર્સ માટે સ્પષ્ટપણે સ્વૈચ્છિક બનાવવામાં આવે અને તે બ્રોડકાસ્ટર્સ કે જેઓ સ્વૈચ્છિક રીતે પીએસબીમાં જોડાય છે તેમને સબસિડી, ટેક્સ પ્રોત્સાહનો વગેરે સ્પષ્ટપણે પ્રદાન કરો તેવું આઇબીડીએફએ 18 નવેમ્બરના તેના પત્રમાં જણાવ્યું હતું.

પીએસબી શરત રજૂ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યુ કે,  માહિતી અને પ્રસારણ મંત્રાલયના મત મુજબ ટેલિવિઝન ચેનલો જાહેર મિલકત છે. જો કે, સામે ટેલિવિઝન ચેનલોએ દલીલ કરીને આ મતનો વિરોધ કર્યો છે. તેઓ એ કહ્યુ કે, પ્રસારણ એ પહેલેથી જ એક નિયમનિત વ્યવસાય છે. આ હકીકતને કારણે મંત્રાલય તેમના પર વધારાના નિયંત્રણો મૂકી શકતું નથી.

ટેલિવિઝન ચેનલોએ મંત્રાલયને એવી શરતોમાં પણ સુધારો કરવા વિનંતી કરી છે કે જેમાં બિન-ન્યૂઝ ચેનલોએ સુનિશ્ચિત કરે કે બોર્ડના મોટા ભાગના સંચાલકો અને મુખ્ય સંચાલકીય કર્મચારીઓ નિવાસી ભારતીયો છે કારણ કે સત્તાવાળાઓએ 100% ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ફંડિંગને મંજૂરી આપી છે. આ શરત અગાઉ સમાચાર ચેનલો માટે જ હતી પરંતુ હવે બિન-સમાચાર ચેનલો માટે પણ છે.

ગાઇડલાઈન્સ મુજબ હવે બિન સમાચાર ચેનલોને લાઇવ પ્રસારણ ટેલિકાસ્ટ કરવા માટે દરરોજના 1 લાખ રૂપિયા ભરવા પડશે જ્યારે પ્રાદેશિક ચેનલોએ 50,000 રોજના ભરવા પડશે. વળી ચેનલો જો પાંચ વખતથી વધુ નિયમનો ઉલ્લંઘન કરે તો તેમણે દંડ ભરવા પાત્ર થશે કે જેમાં ફક્ત જટીલ પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવે તેવું ચેનલોએ જણાવ્યું હતું. વઘુમાં પ્રોગ્રામમાં ઉલ્લંઘન કરવા અને ફરજીયાતપણે સામાજીક કલ્યાણના પ્રોગ્રામ રજૂ કરાવવા એ કાયદાકીય જોગવાઈઓ દ્વારા સમર્થિત નથી આવું પણ બ્રોડકાસ્ટર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

પીએસબીની શરતો પ્રસારણકર્તાના મૂળભૂત અધિકારોમાં દખલ સમાન : આઈડીબીએફ

આ જોગવાઈની સામે રજૂઆત કરતાં ઇન્ડિયન બ્રોડકાસિ્ંટગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે આ શરત સ્વાભાવિક રીતે પ્રસારણકર્તાઓના મૂળભૂત અધિકારોમાં દાખલ સમાન છે. પીએસબીની શરત રજૂ કરવા પાછળ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો તર્ક એ છે કે એરવેવ્સ જાહેર મિલકત છે. જો કે, આઈડીબીએફ એ દલીલ કરીને આ મતનો વિરોધ કર્યો છે કે પ્રસારણ પહેલેથી જ એક નિયમનિત ઉદ્યોગ છે તેથી મંત્રાલય તેમના પર વધારાના નિયંત્રણો મૂકી શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.