જામનગર વિકાસની હરણફાળ ભરતુ હોવાની મોટી-મોટી વાતો કરતા તંત્રની હક્કિતને કોરોનાએ એક ઝાટકે ઉઘાડી પાડી દીધી છે. આવા કપરા કાળમાં કોરોનાને નાથવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય આથી જામનગર વોર્ડ.નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીએ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસને અરજી કરી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.અલ્તાફ ખફીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં નિષ્ફળતા અને બેદરકારીનો અનેક લોકોએ સાક્ષાત અનુભવ કર્યો હાલ જામનગરમાં બેદરકારીના હિસાબે મૃત્યુ દર દિવસેને દિવસે વધી રહ્યો છે. આમ ત્રણ સ્મશાન હોવા છતા મૃત્યુદર ખૂબ જ ઉંચો હોય અને સ્મશાન મૃતદેહો આવવા ચાલુ જ રહે છે. પણ લાંબુ વેઇટીંગ રહેતુ હોય તે દર્શાવે છે કે કોરોનાના હિસાબે મૃત્યુ દર કેટલો ઉંચો છે. આમ છતા વહીવટી તંત્ર સબસલામત પીપોળી વગાડી રાખે છે. વધુમાં અલ્તાફ ખફીએ જણાવ્યું કે, શહેરોની હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ઉપરાંત કોરોનાના દર્દીઓને ઘરે રહેવા સુચના આપવામાં આવે છે. પરંતુ ઘરે ઇમરજન્સી ઉભી થાય. દરેકના ઘરે પુરતી મેડીકલ સાધનો હોય તેવું સ્વભાવિક ના હોય. આથી છેવટે ઇમરજન્સીના કિસ્સાઓમાં જે તે હોસ્પિટલ હાથ ઉચા કરી દેતા. ના છુટકે આવા દર્દીઓની વહીવટી તંત્રના બેદરકારીના હિસાબે કાતો મોંઘી સારવાર માટે અમદાવાદ કે ગાંધીનગર લઇ જવા પડે છે. અમુક કિસ્સાઓમાં મોત પણ થાય છે. જામનગરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજિક જવાબદારી ગણી રાહત કર્યોની જેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરંતુ વહીવટી તંત્ર દ્વારા દર્દીઓના સગાવાલાઓ અને સેવાભાવી કાર્યકરોને પણ નિયમોને જડતાને નામે હેરાનગતિ થાય છે. હોસ્પિટલ સામેની દુકાનો સોશ્યલ ડિસ્ટન્સના નામે બંધ કરી દેવામાં આવેલ છે. જેથી દર્દીઓને ચા, પાણી, દુધ, ફ્રૂટ, જ્યુસ, જેવી વસ્તુઓ મળતી નથી અને કેટલાક લે ભાગુઓ આવી મજબુરીના લાભ લઇ ઉચા ભાવે વહેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
શહેરમાં અલગ-અલગ જગ્યાએ રસીકરણ ના કેમ્પો કરવામાં આવેલ છે.જી.જી. હોસ્પિ ટલની આજુબાજુ ખાનગી એમ્બ્ય ુલન્સો એ આફતને અવસર માનીને ભાડામાં ઉઘાડી લુંટ ચાલુ કરી હોવાનું પણ સામે આવ્યું છે જે તમામ બાબતે ઘટતુ કરવા માંગ ઉઠાવી છે.