કોરોના કાકીડાની જેમ “કલર” બદલી રહ્યો છે… થોડા દિવસો અગાઉ ભારતમાં શોધાયેલા B.1.617 નામનો કોરોના વાયરસનો નવો વેરીએન્ટ સામે આવ્યો હતો. આ જ વેરીએન્ટએ હવે સિંગાપોરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ અંગે ટિપ્પણી કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિવાદમાં સપડાયા છે. પોતાની જાતને સુપર પીએમ માનતા હોય તેમ કેજરીવાલે નિવેદન આપતા પોતે ફસાયા છે.
તાજેતરમાં તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે સિંગાપોરમાં નવો વેરીએન્ટ શોધાયો છે. અને આ જ કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં ત્રીજી લહેરને આમંત્રણ આપી વધુ ઘાતકી બનાવે તેવી શક્યતા છે. આથી સિંગાપુર જતી આવતી ફ્લાઈટો બંધ કરી હવાઇ મુસાફરી પર રોક લગાવી દેવી જોઈએ તેમ માંગ કરી હતી. પરંતુ મુખ્યમંત્રી કેજરીવાલના આ નિવેદન સામે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણને નારાજગી વ્યક્ત કરી કહ્યું કે મુખ્યમંત્રીએ પહેલા તમામ હકીકત જાણી લેવી જોઈએ. રાજકારણીઓએ પૂરતી અને સ્પષ્ટ માહિતી સાથે જ નિવેદનો આપવા જોઈએ. સિંગાપુરમાં B.1.617 વેરીએન્ટ જોવા મળ્યો છે તે ભારતમાં જ ઉદ્ભવેલો છે. ભારતમાં જે નવો વેરીએન્ટ શોધાયો એ જ સિંગાપોરમાં પ્રસર્યો છે. સિંગાપોરમાં કોઈ નવો વાયરસ વેરીએન્ટ આવ્યો જ નથી. આ નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટ્વિટ કરી સ્પષ્ટતા કરવી પડી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી. આથી તેમનું નિવેદન ધ્યાનમાં લેવું જોઈએ નહીં. આ પ્રકારના અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ એવું સ્પષ્ટ લાગે છે કે બિનભાજપી રાજ્યના પ્રધાન પોતાને “વડાપ્રધાન” માનતા હોય તેમ ભારત તરફથી વિદેશો અંગે અભિપ્રાય આપે છે