ધિરાણમાં છુટછાટ આપવા મુદ્દે મોદી કેબીનેટમાં નિર્ણય લેવાય તેવી શકયતા
મોદી સરકાર રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મહદઅંશે નિષ્ફળ રહી છે. જેના પરિણામે અર્થતંત્ર સુસ્તીમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રમાં નાણાની તરલતા જળવાઈ રહે તેવા પ્રયાસો મોદી સરકાર દ્વારા થયા છે. બેન્કિંગ સેકટરમાં મસમોટા સુધારા કરાયા છે. જો કે, નોન બેન્કિંગ કંપનીઓને પણ સો રાખવાથી બજારમાં નાણાની તરલતા જળવાઈ રહેશે તેવું સરકારનું માનવું છે. પરિણામે હવે સરકારે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને ધિરાણ આપવામાં છુટછાટ આપવાનો નિર્ણય લેવાયો છે.
મળતી વિગતો અનુસાર સેડો બેંક એટલે કે નોન બેન્કિંગ ફાયનાન્સ સેકટર લોકો અવા સંસ્થાઓને ધિરાણ સરળતાથી આપી શકે તે માટેના નિયમો સરળ કરવામાં આવશે. આ મામલે ટૂંક સમયમાં મોદી કેબીનેટ દરમિયાન નિર્ણય લેવાશે. હાલ ભારત એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઈકોનોમીક છે. છતાં પણ છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછુ અર્થતંત્ર ભારતનું વિકસ્યુ છે. નાના મોટા એકમોમાં નાણાની ખપત પૂરી શકાય તે માટે સરકાર નોન બેન્કિંગ ફાયનાન્સ સેકટરને વધુ મજબૂત બનાવવા માંગે છે. જેથી સરકારે થોડા સમય પહેલા એક ટ્રીલીયન રૂપિયાની એસેટ ખરીદવાની મંજૂરી પણ જાહેર બેંકોને આપી હતી. દરમિયાન અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્ર્વાસ ડગે નહીં તે માટેનો પ્લાન પણ મોદી સરકારે ઘડી કાઢયો છે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ પર શંકા-કુશંકા વ્યકત કરવામાં આવે છે. ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત બુલેટ ટ્રેન પ્રોજેકટ જ્યારે રાજકારણના કારણે ખતરામાં મુકાય તેવી સ્થિતિ હોય ત્યારે સામાન્ય રોકાણકાર સરકાર ઉપર કઈ રીતે વિશ્વાસ કરે તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. મોદી સરકારે ઈઝી ડુઈંગ બિઝનેશમાં અનેક સુધારા કર્યા છે. છતાં પણ હજુ સુધી રોકાણકારોનો વિશ્ર્વાસ હાંસલ કરવામાં એકંદરે અસફળ રહી છે. એક તરફ રોકાણકારોનો અવિશ્ર્વાસ, બીજી તરફ જાહેર બેંકોને કળેલી સ્થિતિ સરકાર માટે ચિંતાનો વિષય બની ચૂકી હતી. દરમિયાન નોન બેન્કિંગ ફાયનાન્સ સેકટરી બજારમાં વધુને વધુ નાણાની તરલતા રહે તેવો પ્લાન મોદી સરકારના નાણા મંત્રાલયે ઘડી કાઢયો છે. જેના અનુસંધાને હવે ધિરાણમાં મસમોટી છુટછાટ આપવામાં આવશે.