ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે 3,000 કયુસેક પાણી છોડવાની માંગ કરી હતી પણ ત્યાંની સરકારે ના પાડતા ગુજરાતના માથે ફરી જળસંકંટના વાદળો ઘેરાયાં છે. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક માત્ર 598 ક્યુસેક છે તેની સામે IBPTમાંથી 2,936 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. 28 માર્ચ 2018 ના રોજ ગુજરાતે ભલામણ કરતાં મધ્યપ્રદેશે એક સપ્તાહમાં 600 ક્યુસેક પાણી છોડતાં થોડા અંશે રાહત થઇ હતી. રાજ્યમાં IBPT ટનલમાંથી પીવા માટે પાણી છોડાતાં ડેમના ડેડસ્ટોકમાં ઘટાડો થયો છે.
મંગળવારે ડેમની સપાટી 105.12 મીટર પહોંચતા સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત સરકારે વધુ 3000 ક્યુસેક પાણી છોડવા માટે ભલામણ લેટર લખ્યો પરંતુ મધ્યપ્રદેશ સરકારે આજે આ લેટર ફગાવી પાણી નહીં આપવાનું કહી દેતા સરકારની ચિંતામાં વધારો થયો છે અને 3000 ક્યુસેકની જગ્યા એ આજે માત્ર 598 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી જતાં જળસંકંટના એંધાણ વર્તાઇ રહયાં છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com