વિશ્ર્વ ફલક ઉપર દિન પ્રતિદિન શૈક્ષણિક ક્ષેત્રે નાવિન્યકરણ સાથે આધુનિક ધોરણો મુજબ અભ્યાસક્રમો સ્વીકૃત થઇ રહ્યા છે. ત્યારે ભારતનું શૈક્ષણિક ક્ષેત્ર પણ વિશ્ર્વ સાથે કદમ મિલાવી આધુનિકરણ અને નાવિન્યકરણ અપનાવી રહ્યું છે તે ભવિષ્યના યુવાનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

હરિવંદના કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને સવલત આપવા ગુડ કોર્પોરેટ ગર્વનન્સ ક્ષેત્રના તજજ્ઞોની હાઈલેવલ કમિટીની રચના કરી અહેવાલો મેળવ્યા

શૈક્ષણિકક્ષેત્રે વિશ્ર્વકક્ષાનું આધુનિકરણ અને નાવિન્યકરણ અપનાવી ગુડ- ગર્વનન્સના સિઘ્ધાંતોની પરિપેક્ષમાં વહીવટ થાય તે માટે સૌરાષ્ટ્રની નામાંકિત હરિવંદના કોલેજ કોર્પોરેટ ગર્વનન્સના તજજ્ઞોની હાઇલેવલ સમીતીના સુચનો મંગાવી અમલવારી કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

હરિવંદના કોલેજ દ્વારા વિઘાર્થીઓને આંતર રાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને સવલત મળે તે માટે ગુડ-કોર્પોરેટ ગર્વનન્સ ક્ષેત્રના તજજ્ઞોની હાઇલેવલ કમીટીની રચના કરેલ જેમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ  બેંકના સી.ઇ.ઓ. ડો. પુરૂષોતમ પીપરીયા, કોલેજ કેમ્પસના ડાયરેકટર્સ સર્વેશ્ર્વર ચૌહાણ, સહિતના તજજ્ઞોને સામેલ કરી સુચનો અને અહેવાલ મેળવવામાં આવેલ.

તજજ્ઞોની હાઇલેવલ કમીટીએ હરિવંદના કોલેજને ડિઝાસ્ટર, મેનેજમેન્ટ, ટેકેનોલોજી અપડેશન, હ્યુમન રિસોસીંસ, ગ્રિવેન્સ રીસાઇલ્ડીંગ, ડુ ઓર ડોન્ટ, કામના સ્થળે જાતીય સતામણી કમીટી, સીટીઝન ચાર્ટર સહિતના અનેક બાબતે પોલીસી અને નિયમોનું ફ્રેમવર્ક  સાથે સુચનોનો અહેવાલ હરિવંદના કોલેજના સ્થાપક જાણીતા કેળવણીકાર મહેશભાઇ ચૌહાણ સમક્ષ રજુ કરેલ,

અહેવાલ અંગે હાઇલેવલ તજજ્ઞ કમિટીના ડો. પુરૂષોતમ પીપરીયાએ અહેવાલ અંગે જણાવેલ કે અહેવાલની અમલવારીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વનિર્ભર ભારતના સ્વપ્નને વેગ મળશે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ સૌરાષ્ટ્રના માદરે વતનમા પ્રદાન થઇ શકશે. એક જ છત્ર નીચે હરિવંદના કોલેજમાં ઘણા પ્રકારના ઇન્ટરનેશનલ કક્ષાના શૈક્ષણિક અભ્યાસક્રમો બીસીઓ, બીએસસી, બીબીએ બી.કોમ. ચાલી રહ્યા છે તે સરાહનીય છે.

આ ઉ5રાંત જોઇએ તો હરિવંદના કોલેજના વિઘાર્થીઓએ કોલેજમાં ચાલી રહેલ અભ્યાસક્રમો હરએક વર્ષે ઉચ્ચતર રીઝલ્ટ પ્રાપ્ત કરી યુનિવસિટી સ્થળ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે જે કોલેજ માટે ખુબ જ આવકારદાયક અને પ્રસંશનીય છે. ઉપરાંત પુષ્પોસભર જીવન માટે આઘ્યાત્મિક શિક્ષણને પણ મહત્વ અપાઇ રહ્યું છે. તે નોંધતીય છે. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના આઘ્યાતિમક ગુરુએ ફેકલ્ટી તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે.

હરિવંદના કોલેજએ વિઘાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવવાનું ધામ નથી. પરંતુ વિઘાર્થીઓને ડિગ્રીની સાથે સાથે ઉચ્ચ કક્ષાનું પ્લેસમેન્ટ-નોકરી વ્યવસાય ની પણ વિપુલ તકો પ્રદાન કરે છે.

ઉચ્ચ શિક્ષણ અને પ્લેસમેન્ટની સાથો સાથ હરિવંદના કોલેજ એ સામાજીક જવાબદારી નિભાવવામાં પણ એટલી જ અગ્રેસર રહી છે હરિવંદના કોલેજની વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન બહેનો માટે નિ:શુલ્ક આવાગમન વ્યવસ્થા, વેકસીનેશન, કોરોના મેડીકલ કિટ, ફુડ પેકેજ સહિતની સેવાઓ અવીરતપણે ચાલુ રાખી સમાજ પ્રત્યે ઉમદા કાર્ય કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.