છાતીના રોગોને સહજતાથી ન લેશો: ઘર કરી જાય તો ભારે પડી જાય: વિવિધ મુદાઓ પર થઈ ચર્ચા
ફેફસાના રોગોની વિશેષ ચર્ચા થઈ: ડો.તુષાર પટેલ‘અબતક’ને ડો.તુષાર પટેલે જણાવ્યું હતું કે, અહીં આપણે સામાન્ય રીતે ફેફસાને લગતી જે સમસ્યાઓ છે અને તેની સારવાર આધુનિક રીતે કરીને કઈ રીતે રોગ દુર કરી શકાય તેના વિશે વધુ ચર્ચાઓ થઈ છે અને તેનાથી ચેસ્ટ મેડિકલનું ફિલ્ડ એક મોટા શીખર ઉપર જશે તેવી અમને આશા છે. જે બોમ્બે, દિલ્હીમાં થઈ શકે છે એ હવે રાજકોટમાં પણ થઈ શકે તેવી શકયતાઓના દ્વાર ખુલ્લી રહ્યા છે અને તેનાથી ઈન્ડિયા લેવલે રાજકોટનું નામ થઈ શકે તેના માટે જે કંઈ પણ મહેનત થઈ શકે તે આપણે કરી રહ્યા છીએ આ બધી વસ્તુઓનો ફાયદો આખરે પબ્લિકને જ મળવાનો છે અને દર્દીઓને જ મળવાનો છે.
સૌરાષ્ટ્રના આંગણે આ ઈવેન્ટ થઈ તે મોટી વાત: ડો.જયેશ ડોબરીયાડો.જયેશ ડોબરીયાએ જણાવ્યું કે, આજે ચેસ્ટમેડીશનની સ્ટેટ લેવલની કોન્ફરન્સ થઈ રહી છે બે દિવસથી આખા ગુજરાતમાંથી અને અમુક લોકો દિલ્હી, બેંગલોર, પુના, મુંબઈ અને ઉદયપુરથી ડેલિગેટ્સ આવી રહ્યા છે એ બધાને રાજકોટ વતી હું બધાને આવકારું છું બધાનો રિસ્પોન્સ ખુબ જ સારો છે સારા સારા વકતાઓ કે જે લોકોએ ટયુબર કીલોસીસ ઉપર, અસ્થમાં, સાઈકલોપીડી, છાતીમાં પાણી ભરાઈ જવું એને દુરબીનથી કંઈ રીતે તપાસ કરવી વગેરે વિષયો ઉપર વધુ છણાવટ કરી અને સૌરાષ્ટ્રના આંગણે આવી સારી ઈવેન્ટ થઈ છે એ બદલ હું બધાનો આભાર માનું છું.
ઘણા નવા ટોપિક વિશે ચર્ચા થઈ, માહિતી મળી: ડો.નરેન્દ્ર રાવલડો.નરેન્દ્ર રાવલે જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી અમદાવાદમાં ચેસ્ટ ફિઝીસીયન તરીકે પ્રેકટીસ કરુ છું આજની એસીપીજી કોણ છે રાજકોટમાં થઈ રહે છે તેમાં ઘણા બધા નવા ટોપીકને લઈને ચર્ચા કરી છે. અસ્થમાં એટલે દમની સારામાં સારી સારવાર આપણને જે નસ્કોરા બોલે છે તે જે વ્યકિતને નસકોરા બોલતા હોય તો તે વ્યકિતનું આયુષ્ય ૨૦ વર્ષ ઓછું થાય છે નસ્કોરાની શું દવા થાય એ પણ માહિતી આપવામાં આવી બોન્કોટસી એટલે ફેફસાની અંદર બ્રોકોસ્કોપનાખી અંદર કયા રોગો થયા છે એનું પણ વિવરણ થયું. ટી.બી.ની અદ્યતન સારવાર ગર્વમેન્ટ મોંઘામાં મોંઘી ટી.બી.ની દવાઓ આપી રહી છે એની શું સારવાર છે ઘણી બધી માહિતી મળી આજે આ કોન્ફરન્સમાં ગુજરાત અને આખા ભારતમાંથી ઘણા કેસ આવ્યા છે.
એલર્જીને લગતા ડિસીઝ ભારતમાં વધતા જાય છે: ડો.દિપક તલવારડો.દિપક તલવારે જણાવ્યું કે મેટ્રો હોસ્પિટલ નોયડા અને એન.સી.આર. દિલ્હીથી આવ્યો છું આ કોન્ફરન્સમાં ઘણા બધા લોકો આવ્યા છે અને મારો જે વિષય હતો એ એલર્જીને લગતો હતો. આ ડિસીઝ ઈન્ડિયામાં વધતી જાય છે અને આપણી જે પોપ્યુલેશન છે એમાં ૧૦ થી ૧૫% માં કોઈને કોઈ એલર્જી છે. આ એલર્જીને કઈ રીતે દુર કરી શકાય એની માહિતી આપી છે એ પછી ચામડીને લગતા ટેસ્ટ હોય, લોહીના ટેસ્ટ હોય એની માટે માહિતી આપી છે. એ જાણવું ખુબ જ અનિવાર્ય છે કે શ્ર્વાસને લગતી એલર્જી છે એ શ્ર્વાસ લેવાથી થતી એલર્જી છે. કોઈ ખાદ્ય પદાર્થને લઈને થતી એલર્જી નથી. શ્ર્વાસને લગતી એલર્જીથી બચવા માટે અથવા અમુક પ્રકારની એલર્જીથી બચવા માટે જેના પ્રિવેન્ટી મેજર્સ છે જેમ કે હાઉસ્ટર માયટેલસ એલર્જી, ગ્રાસપોલન્સ, ઈન્સેકટરલ એલર્જી આમાં ઘણી રીતે સારવાર કરી શકાય છે જેમ કે વેકસીન થેરપી, ઈવેનો થેરાપી,ઓવેનીઝમ થેરાપી તો આજે અમે દર્દીઓને આ થેરાપી વિશે વધુ માહિતી આપીએ છીએ કારણકે લોકોમાં એવી ખોટી ધારણા હોય છે કે અમુક બિમારી કયારેય નહીં મટે એને કઈ રીતે બદલવું તે માટે એ કઈ એલર્જી છે તેની પર આધાર રાખે છે.
પલમનરી મેડિસીન વિશ્ર્વ શું છે?: ડો.ગોપાલ રાવલઅબતક સાથેની વાતચીત દરમિયાન ડો.ગોપાલ રાવલે કહ્યું હતું કે, કોન્ફરન્સ ઓફ ચેસ્ટ ફિઝિશયન ઓફ રાજકોટમાં આવ્યું છે. આ ચેસ્ટ ફિઝીશિયન કોન્ફરન્સમાં જે પલમનરી મેડિસીન કહેવાય એના દરેક પ્રકારના ટોપીક જેમ કે એલર્જી પલમનોલોજી, સ્લીપ, ઈન્ટીમેશનલ પલમનોલોજી એના અત્યંત આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ છે કે પહેલા મેડિસીન ઈન્ટીમેશનલ પલમનોલોજી અને એલર્જી જેનાથી આ ક્ષેત્રે આધુનિક ટ્રીટમેન્ટ અવેલેબલ છે તેનું નોલેજ અપડેટેશન કર્યું છે. તેનાથી ઘણો બધો ફાયદો થશે.