નવરાત્રી આવતાની સાથે જ લોકો ઉપવાસ રહેતા હોય છે. તો આજે અમે તમારા માટે મસ્ત ફરાણી વાનગીઓ લાવી રહ્યા છીએ…
સામગ્રી :
– ૧ બાઉલ રાજગરાનો લોટ
– ૧ નંગ બાફેલુ બટેકુ
– ૨ ચમચી મરચું.
– દાડમના દાણાં
– બટાકાની સેવ
– ગ્રીન ચટણી
– દહીં
– ફુદીનાની ચટણી
– રાજગરાની પૂરી
– તેલ
– મીઠું સ્વાદાનુસાર
રાજગરાની પૂરી પર બાફેલા બટેટાના ટુકડા મુકવા ત્યાર બાદ જીરુ-મીઠું નાખેલું મોળું દહીં પાથરવું. તેના પર ફુદીનાની ચટણી અને ગ્રીન ચટણી નાખવી. તેના પર બટાકાની સેવ નાખવી, દાડમના દાણાં નાખી સર્વ કરવુ.
આ રીતે તમારા નવરાત્રીના ઉપવાસને બનાવો ટેસ્ટી અને ફ્રન્ચી.