નોકિયાના આ સ્માર્ટફોન Nokia 7 Plus ને બેન્ચમાર્કિંગ વેબસાઇટ ગીકબેંચ પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં HMD ગ્લોબલના નવા સ્માર્ટફોનથી જોડાયેલ જાણકારીઓ નજર આવી છે.
- નોકિયા 7 પ્લસ સ્પેસિફિકેસન
પ્રોસેસર : સ્નેપડ્રેગન ૬૩૦
રેમ : ૪ જીબી અને ૬ જીબી બંને વેરિયન્ટ
ઓપરેટિંગ સિસ્ટમ : ઓરિયો ૮.૦
બોડી : ૩ડી ગ્લાસ બેક બોડી
સ્ક્રીન : ૫.૨ અને રેજ્યુલેશન ૧૦૮૦ પીક્સલ
સેન્સર : રિયર બોડી ફિંગરપ્રિંટ સેન્સર
બેટરી : ૩૦૦૦ MAH
કેમેરા : ડ્યુઅલ સાઇટ ટેક્નોલોજી ‘Bothie’ ની સાથે ૧૬ મેગાપિક્સેલ રિયર અને ૫ મેગાપિક્સેલ ફ્રંટ કેમરા આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓરિયો ૮.૦ સપોર્ટિવ હોઈ શકે છે. તેમ છતાં નોકિયા ૭ પ્લસને લઈને વધુ જાણકારી જાણવા મળી નથી.
નોકિયા ૭ પ્લસને HMD ગ્લોબલ ફ્રેબુઆરીમાં થનારા MWC2018 માં લોન્ચ કરવાની છે. તેની સાથે જ કંપની પોતાનો પ્રીમિયમ ફ્લેગશિપ નોકિયા ૯ પણ લોન્ચ કરી શકે છે. નોકિયા ૭ પ્લસ ઓક્ટોબરમાં ચીનના બજારમાં લોન્ચ કરવામાં આવેલ નોકિયા ૭ નું અપ્રેગેડેડ વર્જન હશે.
નોકિયા ૭ ની વાત કરીએ તો આ કંપનીનો મિડ રેન્જ સ્માર્ટફોન છે જેની કિંમત ૨૪૯૯ યુઆન (લગભગ ૨૪,૦૦૦ રૂપિયા) છે. આ સ્માર્ટફોન ૪ જીબી રેમ અને ૬ જીબી રેમ વેરિયેંટમાં ઉતારવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોનમાં ૩ડી ગ્લાસ બેક બોડી આપવામાં આવી છે. જેમાં ૫.૨ ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જેની રેજ્યુલેશન ૧૦૮૦ પીક્સલ છે. જેમાં સ્નેપડ્રેગન ૬૩૦ પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની રિયર બોડી પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. જેમાં ૩૦૦૦ Mah બેટરી પણ આપવામાં આવી છે.
ફોટોગ્રાફીની વાત કરીએ તો નોકિયા ૭ માં ડ્યુઅલ સાઇટ ટેક્નોલોજી ‘Bothie’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મદદથી તમે તસ્વીર લેવાની સાથે જે એક જ સમયે વિડીયો પણ શૂટ કરી શકશો. જેમાં ૧૬ મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જયારે ૫ મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે.