નોકિયા 6 ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. HMD ગ્લોબલએ Nokia 6(2018) ચીનમાં લોન્ચ કર્યો છે. ચીનની એક ઈ-કોમર્સ વેબસાઈટ પર આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ, કિંમત અને ફોટો શેર કરવામાં આવ્યા છે.
વેબસાઈટ પરથી મળતી માહિતી અનુશાર, 10 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનના પ્રી-ઓર્ડર શરુ થશે. આ સ્માર્ટફોન 32GB અને 64GBના બે વેરિયન્ટમાં આવશે. 32GB વાળા વેરિયન્ટની કિંમત 14600 રુપિયા છે જ્યારે 64GB વાળા વેરિયન્ટની કિંમત 16000 રુપિયા છે.
બન્ને સ્માર્ટફોન બ્લેક અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ હશે. આમ તો આ ફોન Nokia 6 જેવો જ લાગે છે, પરંતુ તેમાં થોડો ઘણો ચેન્જ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આગળની બદલે પાછળ આપવામાં આવ્યું છે.
સ્પેસિફિકેસન
- કેમેરા અને ઓપરેટિંગ સિસ્ટમ
ફોનમાં ફ્લેશ સાથે સિંગલ 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઈડ 7.1.1 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
- ડિસપ્લે
Nokia 6(2018)માં 5.5 ઈંચનું ફુલ HD IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
- પ્રોસેસર અને બેટરી
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર વાળા આ ફોનમાં 4GB રેમ આપવામાં આવી છે. 3000mAhની પાવરફુલ બેટરી સાથે આ ફોન ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.