ઘણા સમયથી ઈન્ડિયા ના માર્કેટ થી દૂર રહનારી નોકીયા એ ભારતમાં પછી એન્ટ્રી કરી છે. નોકીયા એ ભારતમાં ત્રણ નવા સ્માર્ટ ફોન લોન્ચ કર્યા છે. જેની કિમત 9,499 રૂપિયા શરૂ થાય છે. જેનું બુકિંગ 16 જૂનથી શરૂ થશે. સેમસંગ અને એપલને ટક્કર દેવા માટે નોકીયા એ માર્કેટમાં ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
-
નોકીયા -6 ફ્લેગશિપ સ્માર્ટફોન પણ થયો લોન્ચ..
એચએમડી એ મંગરવારે નોળિયાના ત્રણ સ્માર્ટફોન ને લોન્ચ કર્યા જેમાં નોકીયા -3 અને નોકીયા -5 સ્માર્ટફોન એ ખાલી રિટેલ સ્ટોર પર જ મળશે. જેની કિમત 9,499 અને 12,899 રૂપિયા છે. નોકીયા -3 સ્માર્ટફોન તમને 16 જૂન થી ખરીદી શકશો. ત્યારે નોકીયા -5 નું પ્રિ-બુકિંગ 7 જુલાઇ એ થી શરૂ થાશે. નોકીયા નો ફ્લેગશિપ સ્માર્ટફોન નોકીયા -6 ની કિમત 14,999 રૂપિયા છે જેનું પ્રિ –બુકિંગ 14 જુલાઇ એથી થશે.
નોકીયા કંપનીના વાઇસ પ્રેસિડેટ અજય મેહતા ના માટે નોકીયા એ લોકોની પસંદીતા બ્રાન્ડ છે. નવા સ્માર્ટફોન પણ તે જ જૂનો વિશ્વાસ ટકાવી રાખશે.
-
વલ્ડ ક્લાસ ડિઝાઇન
ગ્લોબલ પોર્ટફોલિયો સ્ટ્રેટજી એન્ડ પ્લાનિંગના ડાયરેક્ટર પ્રણવ શ્રોફ ના જણાવ્યા મુજબ આ ત્રણ સ્માર્ટફોન ત્રણ શિદ્ધાંતો પર આધારિત છે. તેમણે રિયલ લાઈફ એક્સપિરિયન્સ , વર્લ્ડ ક્લાસ ડિઝાઇન અને રેગ્યુલર એંડરોઈ અપડેટ્સ સાથે તૈયાર કર્યા છે. નોકીયા એ ભારતમાં 400 થી પણ વઘુ ડિસ્ટ્રિબુટર સાથે કરાર કર્યો છે.