દર વર્ષે અનેક પ્રકારના મોબાઈલ લોન્ચ થતા હોય છે. ગત વર્ષે ઓગસ્ટમાં Nokia 6 ભારતીય બજારમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેના અપગ્રેડેડ વેરિયન્ટને રજૂ કરવા તૈયાર છે.
Nokia 6ને 4GB રેમ સાથે 20 ફેબ્રુઆરીએ સેલ માટે ઇ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર રજુ કરવામાં આવશે. આ સેલ માટે ફ્લિપકાર્ટ પર એક બેનર ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં Notify Me બતાવવામાં આવી રહ્યું છે. તેનો મતલબ એ છે કે જ્યારે સેલ માટે આ સ્માર્ટફોન આવશે ત્યારે તેના પહેલા નોટિફિકેશન આપવામાં આવશે.
રેમ અને સ્ટોરેઝ સિવાય આ ડિવાઇસમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ વખતે લોન્ચ માટે આ ડિવાઇસને 16,999 રૂપિયામાં રજૂ કરવામાં આવશે. ત્યારે ગત વર્ષે કંપનીએ તેને 14,999 રૂપિયામાં રજુ કર્યો હતો. લોન્ચ ઓફર હેઠળ ફ્લિપકાર્ટ 2000 રૂપિયામાં જૂનો ફોન પર એકસચેન્જ ઓફર કરશે.
Nokia 6માં 5.5 ઇંચ ફૂલ એચડી ડિસપ્લે (1920×1080 પિકસલ) રિજોલ્યુશન સાથે આપવામાં આવશે. તેમાં ક્વોલિકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમોરી ઉપલબ્ધ છે આ સીવાય સ્ટોરેજને માઈક્રો એચડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે Nokia 6માં 16 મેગાપિકસલના રિયલ કેમેરા f/2.0 અપર્ચર અ સેલ્ફઈ કેમેરા 8 મેગાપિકસલ આપવામાં આવ્યું છે. તેમજ ફોનમાં પાવર બેકઅપ માટે 3000mAની બેટરી આપવામાં આવી છે. 4G LTE સપોર્ટ સાથે આવી રહેલા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓરિયોનું અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે.