નોકિયાના મોબાઇલ બનાવતી કંપની એચએમડી ગ્લોબલએ ભારતમાં પોતાના ફીચર ફોન પોર્ટફોલિયોમાં વધુ એક ફોનનો ઉમેરો કર્યો છે. આ ફોનનું નામ Nokia 106 છે. ફોનમાં 1.8 ઇંચનું ડિસ્પ્લે અને તેની નીચે કી-બોર્ડ આપવામાં આવ્યું છે. આ ફોન 2 સિમને સપોર્ટ કરે છે
નોકિયાનો આ ફોન 21 દિવસના સ્ટેન્ડબાય ટાઇમ અને 15 કલાકના ટૉક ટાઇમની સાથે આવે છે. એચએમડી ગ્લોબલે નોકિયા 106 (2018) ફોનને 1299 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. આમ તો ફોન 2018 અંતે ડિસેમ્બર માસમાં લોન્ચ કરવામાં આવ્યો છે
ફોનમાં 4એમબીની રેમ અને MTK6261D પ્રોસેસરથી પાવર્ડ છે. Nokia 106ની બેટરી લાઇફ ખૂબ જ શાનદાર છે. કંપનીના મતે સિંગલ ચાર્જ બાદ આ ફોનથી સવાર થી લઇને રાત સુધી વાત કરી શકો છો. તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે 1.8-ઇંચ QQVGA ડિસ્પ્લે છે, જેમાં 160×120 પિક્સેલનું રિઝોલ્યુશન છે.આ ઉપરાંત, ફોનમાં ફોન 3.5 એમએમ હેડફોન જેક મેળશે. ફોનમાં એફએમ રેડિયો અને એલઇડી ફ્લેશ લાઇટ પણ છે.