જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં એકતાનગર સહકાર ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને દિપોત્સવી 2024કાર્યક્રમ અંગે વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઇ. આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ ખાતમૂહર્ત આરંભ 6:00 નર્મદા આરતી પૂજ્ય સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સરદારની પ્રતિમાની પદ પુજા અને રાષ્ટ્રીય પરેડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ માર્ચ પાસ્ટ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. તેના અનુસંધાને એ.એસ.એલ. અને સાંજે 4:00 કલાકે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ સહકારી બેંક લી. (સહકાર ભવન) ખાતે જિલ્લા કલેક્ટર સંજય મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉજવણીની વિવિધ સમિતિઓ જેવી કે, આયોજન સમિતિ તૈયારી અને મુલ્યાંકન સમિતિ પરેડ કમિટી સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ આરંભ કાર્યક્રમ બેઠક વ્યવસ્થા સમિતિ પાસ સમિટી, સિક્યુરીટી કમિટી રહેઠાણ સમિતિ, વાહન સમિતિ, ભોજન સમિતિ, સેનિટેશન સમિતિ, હેલીપેડ સમિતિ, કાયદો વ્યવસ્થા સમિતિ જેવી વિવિધ સમિતિઓ બનાવીને નોડલ અધિકારી-સહ નોડલ અને સભ્યો તથા એડીશનલ કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદાર જેવા વર્ગ-1,2,3ના કર્મચારીઓને આ વિવિધ સમિતિઓમાં મુકવામાં આવ્યા છે.
અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પણ સુનંદા અધિકારીઓને આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં જવાબદારી સોંપવવામાં આવી છે તેમણે પોતાની સમિતિનો હવાલો સાંભળીને કામગીરી શરૂ કરી દીધી છે અને કાર્યક્રમને આખરી ઓપ આપવા આગળ ધપી રહ્યા છે. આ વિવિધ સમિતિઓની સમીક્ષા જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને થયેલ કામની વિગતો મેળવી માહિતગાર થયા હતાં અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સુચારૂ આયોજન અમલવારી કરવા જણાવ્યું હતું અને પ્રોટોકોલ મુજબની SOP પ્રમાણે સમય મર્યાદામાં કામ પાર પાડવા હાકલ કરી હતી અને આ કાર્યક્રમ આપણો સહીયારો છે. સૌ સાથે મળીને રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવીએ તેવી શુભેચ્છાઓ પાઠવીને દિપોત્સવી પર્વમાં આપણને આ વિશેષ કાર્યક્રમ નજરે જોવાનો લાભ મળ્યો છે. એ પણ આનંદ ગૌરવની વાત છે. આરંભ કાર્યક્રમમાં લબાસણાના IAS, IPS અને કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ઉજવણીમાં સામેલ થવાના છે તેમનો આતિથ્ય સત્કાર કરીને આપણી સંસ્કૃતિને બળવત્તર બનાવીએ. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, SOU ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ સમિતિના નોડલ અધિકારીઓ અને આયોજનની સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ સમિતિઓની સમીક્ષા કરી હતી.