સાંસદ રાજેશ ચુડાસમા અને જીલ્લા અધ્યક્ષ કિરિટ પટેલની મહત્વની કામગીરી

અબતક, ગીજુભાઇ વિકમા, વિસાવદર

જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટક કો બંધ કરવાના નિર્ણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બીલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા સહિત ૨૮ કેટલી ફાટકો બંધ અંગે એન.ઓ.સી આપવામાં આવી હતી, જેને લઇને, બીલખા, વિસાવદર,સતાધાર, કાસીયા નેસ તેમજ ભાડેર સાથે સંકળાયેલ ૨૮ જેટલી જગ્યાએ ફાટકો બંધ થવાના નિર્ણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામ થી બીજે ગામ આવવા જવા પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબતની રજૂઆત જૂનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશ ચુડાસમાને વિસાવદર તાલુકાના જુની ચાવંડ, પ્રેમપરા, માંડણપરા, તોરણીયા સહિત ગામના આગેવાનો તેમજ ૨૮ જેટલી ફાટકો સાથે સંકળાયેલા ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઇને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા જિલ્લા કલેકટરને ફાટક બંધ કરવાના નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવા લોકહિતને ધ્યાને રાખી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટર રચિત રાજ અમારી રજૂઆતને યોગ્ય ગણી જરૂરી ખરાઇ કરી તાત્કાલિક અસરથી  રેલવે ફાટક બંધ કરવાની એન.ઓ.સી રદ કરી દીધી છે.

માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા સંસદ અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદરોએ ફાટક બંધ થવાના નિર્ણયને રદ્દ કરાવવામાં અને આ લોક ઉપયોગી સગવડ બંધ ના થાય અને લોકોને મળતી રહે એ માટેની આ લડતના સફળ પરિણામ અંગે જણાવ્યું હતું કે, લોકોના સહકારથી આ શક્ય બન્યું છે. તેમ જણાવીને સાંસદ રાજેશ ચુડાસમા જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભાજપના આગેવાનોએ લોકોનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.