ભારતીય ટીમ ઘણા વર્ષોથી ક્રિકેટ રમી રહી છે. આ રમતમાં ભારતે ઘણી સફળતા પ્રાપ્ત પણ કરી છે. ભારતે વર્ષ ૧૯૮૩, ૨૦૧૧નો વિશ્ર્વ કપ, વર્ષ ૨૦૦૭માં વિશ્ર્વ કપ અને વર્ષ ૨૦૧૩માં ચેમ્પીયન ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો છે.
ભારતીય ટીમ એન ખેલાડીઓએ ક્રિકેટની દુનિયામાં એવા રેકોર્ડ બનાવ્યા છે. જેને ભારત સિવાય કોઇ બીજો દેશ નથી બનાવી શક્યુ. ૫ વાર વિશ્ર્વ કપ વિજેતા બનેલો દેશ ઓસ્ટ્રેલિયા પણ આ રેકોર્ડની ક્યાય દુર છે.
ચાલો જાણીએ એવા રેકોર્ડ વિશે કે જેના પર ખાલી ભારતીય ટીમનો જ કબજો છે.
– પહેલી ઓવરમાં હેટ્રીક લેવાનો રેકોર્ડ ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ દુનિયાનો એકમાત્ર બોલર છે. જેને મેચની પહેલી જ ઓવર હેટ્રીક લઇને રેકોર્ડ સ્થાપીત કર્યો છે. ઇરફાન પઠાણે ૨૭ જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે પાકિસ્તાનની સામે હેટ્રીક લીધી હતી. પઠાણે પહેલી ઓવરમાં શ‚આતના ૩ બેટ્સમેનને આઉટ કરી રેકોર્ડ દર્જ કર્યો હતો. પઠાણે ચોથા બોલ પર સલમાન બટ્ટ, પાંચમાં પર યુનિસ ખાન અને છઠ્ઠા બોલ પર મોહમ્મદ યુસુફને આઉટ કર્યા હતા.
– આસીસીના બધા કિતાબો જીતવાનો રેકોર્ડ
ભારતીય ટીમના ભુતપુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે આસીસીની બધી ટ્રોફી જીતવાનો રેકોર્ડ દર્જ છે. ધોની સિવાય દુનિયાનો એક પણ કેપ્ટન આસીસીની બધી જ ટ્રોફી જીતવામાં સફળ નથી રહ્યુ ધોનીની કેપ્ટનસીમાં ભારતે વર્ષ ૨૦૦૭નો વિશ્ર્વકપ અને ૨૦૧૩માં ચેમ્પિયન ટ્રોફી જીતવાનો કીતાબ નામ કર્યો છે. ધોની સિવાય કોઇ આ રેકોર્ડ સ્થાપિત નથી કરી શક્યુ.
– ૧૦૦ સદી ફટકારવાનો રેકોર્ડ
ક્રિકેટના ભગવાન મનાતા એવા સચીન તેંડુલકરના નામે ઇન્ટરનેશનલ કરીયરમાં ૧૦૦ સદી ફટકારવાનો રેકોર્ડ છે. સચીનના આ રેકોર્ડની આસપાસ પણ કોઇ બેટ્સમેન નથી. સચીને ૧૦૦ સદીતો ફટકારી જ છે એના સિવાય ૨૦૦ ટેસ્ટ નથી રમી શક્યુ. વન-ડેમાં સચીનના નામે ૪૯ ટેસ્ટ અને ૫૧ સદી છે.
– ૨ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ
આ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ ૨ વાર બેવડી સદી ફટકારી છે. ઘણા ખેલાડીઓએ બેવડી સદી મારી પણ છે. પણ ૨ વાર બેવડી સદીના રેકોર્ડ સુધી કોઇ બેટ્સમેન પહોંચી શક્યો નથી. રોહિત શર્માએ એક શ્રીલંકા અને એક ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારી છે.