ખાનગીશાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલા રકતદાન કેમ્પમાં શિક્ષણમંત્રીની વિશેષ ઉપસ્થિતિ: સ્વ.અભયભાઈની ખોટ સદાય વર્તાશે ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રકતદાનએ મહાદાન કહેવાય છે ત્યારે ગુજરાત રાજયમાં અગ્રણી સામાજીક અને રાજકીય કર્મનિષ્ઠ આગેવાન તથા સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી પાઠવવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુકત ઉપક્રમે સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંદાજે ૬૭૦ જેટલી બ્લડની બોટલ એકત્રીત કરવામાં આવી હતી. મહારકતદાન શિબિરની પૂર્ણાહુતી વખતે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. ઉપરાંત અનેક રાજકીય સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક ક્ષેત્રનાં અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સદગત આત્માને શ્રધ્ધાંજલી આપવા સભા યોજે પરંતુ રકતદાન કેમ્પ યોજી ઉમદાકામ કર્યંુ: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, કોઈ સદગતના આત્માને શાંતી મળે તે માટે શ્રધ્ધાંજલી સભા રાખે ભજનકિર્તન રાખે આવું આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. પરંતુ આજે એક અનોખો ઉમદા અને પવિત્ર કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણાધિકારી માધ્યમિક શિક્ષણાધિકારી કોર્પોરેશન શિક્ષણ સમિતિ રાજકોટ શાળા સંચાલક મંડળ બધાના સંયુકત ઉપક્રમે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ભાજપના આગેવાનપ્રખર ધારાશાસ્ત્રી અને મારા પરમ મિત્ર જેમનું હમણા જ જૂન મહિનામાં રાજયસભાના સભ્ય તરીકે પસંદગી થઈ હતી અચાનક તેમનું કોરોનામાં મૃત્યુ થયું છે. તેમને શ્રધ્ધાંજલી આપવામાં આ ૪ સંસ્થા આમ કહું તો આખોશિક્ષણ વિભાગ આવી ગયો તેમને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું બધા દાનમાં શ્રેષ્ઠ દાનમાં શ્રેષ્ઠદાન એટલે રકતદાન છે આ રકતદાન શિબિરમાં શિક્ષણ સચિવ. ડો. વિનોદ રાવએ પણ સવારે ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ રકતદાન કર્યું હતુ. હું આવા પ્રેરણાદાયી કાર્યક્રમ કરવા બદલ તમામ લોકોનો આભાર વ્યકત કરૂ છું.
આ કામથી સાચા અર્થમાં અભયભાઈના આત્માને ચિરશાંતી મળશે તેવું હું માનું છું. ૪૫ વર્ષ પહેલા અમારો ભારતીય જનતા યુવા મોરચો હતો અને હું પ્રદેશ પ્રમુખ હતો અને તેઓ અહીના પદાધિકારી હતા. અમે સાથે ખૂબ કામ કરેલ છે. પરંતુ તેઓ પ્રખર ધારાશાસ્ત્રી પણ હતા પાર્ટીને ધારાશાસ્ત્રીની જરૂર પડે તેઓ રાજકારણમાં રહી ધારાશાસ્ત્રી અને ધારાશાસ્ત્રી સાથે રાજકારણમાં એવું અદભૂત વ્યકિતત્વ હતુ તેમની સામાજીક અને બ્રહ્મસમાજની સેવા પણ અમૂલ્ય હતી. અમે બંને પાર્ટીમાં સાથે કામ કરીએ અને વકીલાત પણ કરતાં ઘણીવખત એવું બનતું કે અમદાવાદના કેસો તેઓ મને આપતા સૌરાષ્ટ્રભરનાં કેસો મારી પાસે આવે તો હું તેમને આપું એવી રીતે અમારૂ સંકલન ચાલતું હતુ.