ફીઝીક્સના ક્ષેત્રમાં ત્રણ વૈજ્ઞાનિકોએ યોગદાન બદલ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. ફિઝીક્સમાં રેનર વીસ, બેરી સી બેરીશ, અને કિપ એસ થોર્નને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.
આ લોકોએ ડિટેક્ટર અને ગુરુત્વાકર્ષણ તરંગોના અધ્યયન માટે સન્માનીત કરાયા છે. આ સન્માનની ઘોષણા નોબેલ એસેમ્બલીએ પોતાની ઓફીશીયલ ટ્વીટર પેજ પર ગ્રેવિટેશન વેવ્સ ફાઇનલી કેપ્ચર્ડ નામથી કર્યુ છે. સોમવારે આ ત્રણેય વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર મળ્યુ છે. જ્યારે હજુ શાંતિ, સાહિત્ય અને અર્થ શાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવાનો બાકી છે.