બોર્ડની પરીક્ષા બાદ કયાં ફિલ્ડમાં કારકીર્દી બનાવી તેવા પ્રશ્ર્નો સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું
પ્રમુખ સ્વામી ઓડિયોરીયલ ખાતે રૂદ્રા ફાઉન્ડેશન અને સૂર્યા એકેડેમી દ્વારા બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના સૌથી મુંઝવતા પ્રશ્નો માટે ‘ક્ધોવ યોર ઈનર એબીલીટી’ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન રૂદ્રા ફાઉન્ડેશનના હેડ ડો સનત પોપટે જણાવ્યું હતુ કે વર્ષોથી શૈક્ષણીક ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કયાં ફિલ્ડમાં કરીયર બનાવુ તેવુ માર્ગદર્શન મેળવતા હોય છે. ત્યારે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપે બાદ તેમને સૌથી મુંઝવતો પ્રશ્ન હોય છે તે આગળ કયાં ફિલ્ડમાં એડમિશન લેવું જોઈએ ધો.૧૦ના વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને પણ એવા જ પ્રશ્નો હોય છે. અને આ પ્રશ્ન માત્ર વિદ્યાર્થીઓમાં જ નહી વાલીઓમાં પણ સળગતો પ્રશ્ન હોય છે.
ત્યારે અમે લોકો એકદમ ઉંડાણ સુધી ગયા, સૌરાષ્ટ્ર યુનિ.માં હુ એસ્ટ્રો સાયન્સ ડિપાર્યમેન્ટમાં નિરંતર શિક્ષણ કેન્દ્ર અંતર્ગત માનવ તજન્ગ તરીકે સેવા આપું છું એ સમયગાળાના રિસર્ચ દરમિયાન ફોરેનના ડીએમઆઈટી રિપોર્ટ, અનેક ડ્રેસીસ પ્રયોત્ન હાથ ધર્યા જેના ફળ રૂપે એક ટેકનીક અપનાવી કે જે ભારતમાં સૌ પ્રથમ વખત ડીએમઆઈટી અંતર્ગત રિસર્ચ કરવામાં આવ્યું છે. જેની સાથે એલ્ટ્રો સાયન્સ રિપોર્ટ અને હયુમન ઓરા સાયન્સ પણ સમનવય કર્યો. બધ ટોપીક પરસ રિર્સચ કરી એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેનું નામ છે. ‘કનોવ યોર ઈનર એબીલીટી’ નામ આપવામાં આવ્યું છે.
જે સંસ્થા સાથે સંકલાયેલો છું જેમાં હું મર્યાદિત વિદ્યાર્થીઓને આ લાભ આપી શકાય પણ સેમીનાર દ્વારા જો જાહેર જનતાઓને આ વાતનો લાભ મળે તો તેનું પૂણ્ય પણ આપણને મળી શકે છે. રાજકોટ સહિત કોડીનારમાં પણ ચારથી પાંચ સેમીનારનું આયોજન કરવામાં આવશે.