યુવાનની શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવાઈ: સોમવારે બપોરના ત્રણ યુવાનો તણાયા હતા:બે બચાવી લેવાયા’તા જ્યારે એક હજુ લાપતા

હળવદ તાલુકાનાના અજીતગઢ  અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીમાં સોમવારે બપોરના અજીતગઢ ગામના ઠાકોર સમાજના ત્રણ યુવાનો  તણાયા હતા જોકે બે યુવાનો ને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવાન હજુ લાપતા છે  જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી પરંતુ આ યુવાનનો કોઈ પત્તો ન લાગતા આખરે ગઉછઋની ગય કાલે મદદ લેવાઈ હતી જેથી ગઉછઋ ટીમ દ્વારા  યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે  જોકે આ લખાય છે ત્યાં સુધી યુવાનનો કોઈ જ પત્તો મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે

હળવદ તાલુકાના રણકાંઠાના છેવાડાના ગણાતા અજીતગઢ અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદી ના પાણીમાં અજીતગઢ ગામના ત્રણ યુવકો તણાયા હતા. આ તણાઈ ગયેલા યુવકો પૈકી અક્ષયભાઇ દિનેશભાઇ ઠાકોર અને બેચરભાઈ ગોરધનભાઈ ઠાકોર ને ગ્રામમજનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતા. જ્યારે કાનાભાઇ ગોરધનભાઇ ઠાકોર (ઉ.વ. ૨૦)ની આજે ત્રીજા દિવસે પણ  શોધખોળ કરવામાં આવી રહી છે

સોમવારે બપોરે તણાઈ ગયા બાદ મંગળવાર બપોર સુધી આ યુવકનો કોઈ જ પત્તો ન મળતા આખરે  ગઉછઋની ટીમ ની મદદ લેવામાં આવી હતી જેથી હાલ  ટીમ દ્વારા નદીમાં આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે સોમવારે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી મંગળવારે બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડાતા પાણીનો પ્રવાહ ઘટાડી સ્થાનિક તરવૈયાઓ અને ગઉછઋ ટીમ આ યુવકની શોધખોળ હાલ નદીમાં કરી રહી છે વધુમાં આ નદી નું પાણી સીધું જ રણમાં જતું હોય જેથી રણ નજીક પણ ગઉછઋટીમ દ્વારા સોધખોળ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ આજે બીજા દિવસે પણ આ યુવાનો કોઈ જ પત્તો ન મળ્યો હોવાનું જાણવા મળ્યું છે

આ બનાવને પગલે હળવદ મામલતદાર બી.કે કણજરીયા, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ,રજનીકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઓધવજીભાઈ ઠાકોર,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલા સહિતનાઓ બ્રાહ્મણી નદી ખાતે દોડી આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.