જ્યારે ક્રિકેટની સિઝન હોય ત્યારે એક પ્રકારનું ગાંડપણ છવાઈ જાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતના ક્રિકેટ ગ્રાઉન્ડ છે જે સાક્ષી છે કે, સ્ટેડિયમમાં ખચોખચ ભરેલી ભીડ ક્રિકેટ તરફની દીવાનગીનું પ્રમાણ છે. તેમાં પણ જયારે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં હોય તો તો ક્રેઝ બમણો થઇ જાય છે. જે તે શહેરના મેચ દરમિયાન હોટેલના ભાવમાં આસમાની વધારો થતો હોય છે તેના વચ્ચે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોવા માટે હોટેલના રૂમ માટે પડાપડી થઇ રહી હતી. મુંબઈ અને બેંગલુરુમાં બિન-ભારતીય ક્રિકેટ મેચોની ટિકિટનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના એક ટેક રોકાણકાર, જેઓ સ્ટાર્ટઅપ્સને મળવા બેંગલુરુમાં હતા તેઓ મીટીંગ્સ છોડી ભારત અને દક્ષીણ આફ્રિકાણો મેચ જોવા કોલકાતા પહોંચી ગયાં હતા.
ઓનલાઇન રમાતી રમતોમાં 34 કરોડ ભારતીયો સક્રિય
વિશ્વભરના દેશો રમતગમતના મોટા કાર્યક્રમો યોજવા આતુર છે. ક્રિકેટ વર્લ્ડ કપ અર્થતંત્ર માટે ચોખ્ખી હકારાત્મક છે.બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસને જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.18,000 કરોડથી રૂ. 20000 કરોડનું ટર્નઓવર થઇ શકે છે. ક્રિકેટ વર્લ્ડકપથી અર્થતંત્રને to બુસ્ટર ડોઝ મળી જ રહ્યો છે પણ તેની સાથે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની એપ્સ પણ ફૂલીફાલી રહી છે.
થિંક ચેન્જ ફોરમના 2023ના અહેવાલ મુજબ, 34 કરોડથી વધુ ભારતીયો ક્રિકેટ વર્લ્ડકપ જેવી મોટી ઇવેન્ટ દરમિયાન સટ્ટાબાજીમાં સક્રિય થાય છે. વધુમાં અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્લિકેશનો ખીલી રહી છે
1 ઓક્ટોબરથી ઓનલાઇન રમાતી રિયલ મની ગેમ્સ પર સંપૂર્ણ ફેસ વેલ્યુના 28% GST લાદવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર સ્પોર્ટ્સ સટ્ટાબાજીના બજારનો પ્રવાહ વધતો જોવા મળે છે. પ્રતિ વર્ષ રૂ. 8,20,000 કરોડનો વ્યવહાર થઇ રહ્યો છે.
ઑનલાઇન સટ્ટાબાજી અને જુગારની રમતો પૂરપાટ ઝડપે વિકસિત થઇ રહી છે તેની પાછળ સૌથી મોટું કારણ જવાબદાર છે કે, ઓનલાઇણ સટ્ટાબાજીને અટકાવવા માટે સરકાર પાસે કોઈ કાયદો જ નથી. ગેમિંગ સુધારા પછી તે હજુ પણ પબ્લિક ગેમ્બલિંગ એક્ટ, 1867 દ્વારા સંચાલિત છે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટનો અમલ હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટ કેસ-બાય-કેસ આધારે પણ મુદ્દાની તપાસ કરે છે.
જુગાર એ રાજ્યનો વિષય હોવાથી કેટલાક રાજ્યો જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં રમી જેવી વાસ્તવિક પૈસાની રમતો પર પ્રતિબંધ છે. એપ્લિકેશન્સના કિસ્સામાં ફોરેન એક્સચેન્જનું મેનેજમેન્ટ એક્ટ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટથી કામ કરવાની જરૂરિયાત છે.
ઓનલાઇન જુગારમાં પ્રતિ વર્ષ રૂ. 8.20 લાખ કરોડનો વ્યવહાર!!
1 ઓક્ટોબરથી ઓનલાઇન રમાતી રિયલ મની ગેમ્સ પર સંપૂર્ણ ફેસ વેલ્યુના 28% GST લાદવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર સ્પોર્ટ્સ સટ્ટાબાજીના બજારનો પ્રવાહ વધતો જોવા મળે છે. પ્રતિ વર્ષ રૂ. 8,20,000 કરોડનો વ્યવહાર થઇ રહ્યો છે.
ઓનલાઇન સટ્ટાબાજીને રોકવા લોન એપ્લિકેશનવાળી કરવાની જરૂરિયાત
ભારે વ્યાજ વસુલતી લોન એપ્લિકેશનોએ ભારતના લાખો લોકોને નિશાન બનાવી તગડુ વ્યાજ તો વસુલ્યો હતો અને સાથોસાથ ડેટા ચોરી પણ કરી હતી. ત્યારે આ લોન એપ્લિકેશનોને બાનમાં લેવા ગુગલ અને એપ સ્ટોરને સૂચનાઓ આપવામાં આવી હતી કે, જયારે કોઈ પણ એપ સ્ટોર પર અપલોડ કરવામાં આવે તો તેની ખરાઈ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવે તેવી જ રીતે સટ્ટાકીય એપ્લિકેશનમાં પણ અમલવારી કરવી જરૂરી છે.