હડિયાણાના કંકાવટી નદીના કિનારે બિરાજમાન છે મહાદેવ
જે તે સમયે ગાયોની રક્ષા કરતા અનેક સૈનિકો વીરગતિ પામ્યા તે મંદીરની આજુબાજુમાં અનેક પાળિયાઓ મોજુદ: શ્રાવણ માસમાં હડીયાણા આજુબાજુ ગામના અનેક ભકતો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે
શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં લોકો મહામૃત્યુંજયનો જાપ કરાવે છે. અને શિવજી ભગવાનને પ્રસન્ન કરવા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરે છે. શ્રાવણ માસ શિવજીને ખુબ જ પ્રિય છે. કેમ કે મારા ઇષ્ટદેવ વિષ્ણુ ભગવાનને પુર્ણ પુરૂષોતમ લીલાનો પ્રારંભ કર્યો હતો. શિવનો અર્થ જ કલ્યાણ છે, શિવજી હંમેશા જગતનું ભલુ કરતાં આવ્યા છે એમણે તો એમનું બુરુ કરનારનું પણ ભલુ ઇચ્છયુ છ અને એટલે જ તેમને મહા મૃત્યુંજય મહાદેવ કહેવાય છે. આજે આપણે વાત કરીએ છીએ કંકાવટી નદીના કિનારે આવેલા એક મહાદેવના મંદીરની જયારે સુલતાન અદાઉદ્દીન ખીલજીએ સેનાપતિ સહીતના લશ્કરના કાફલા સાથે હડીયાણા પહોંચીને હુમલો કર્યો ત્યારે આ મંદીરમાંથી નીકળેલા ભમરાઓએ જવાનોને ડંખ માર્યા અને જેથી જવાનો ભાગી ગયા. આપણે આજે વાત કરીશું જામનગરથી ૩ર કીમી દુર આવેલા હડીયાણાના કાશી વિશ્ર્વનાથ મંદીરની કાશી વિશ્ર્વનાથ મંદીરના ઇતિહાસની વાત લઇએ તો તે મંદીર અત્યંત પ્રાચીન છે શિલાલેખ તો સાવ ભુંસાઇ ગયો છે, ઇતિહાસ ગવાહ હોય એમ જુના શિલાલેખ ઉપરથી ર્જીણોધાર સમયે આ શિલાલેખની ચોટાડવામાં આવ્યો હતો. એક લોકવાયકા પ્રમાણે સૅ. ૫૭૭માં પંડીત કાનજીએ શિવાલયની સ્થાપના કરી હતી.
હડીયાણા વિસ્તારમાં આ પ્રકારનું જુનુ પુરાણુ શિવાલય કયાંય દેખાતું નથી આ મંદીરનો ઇતિહાસ એવો છે કે યદુવંશ પ્રકાશના કર્તા કવિ માધવદાસજી રત્નોએ એવું નોઘ્યું છે કે સુલતાન અલાઉદીન ખીલજીના સેનાપતિ અલકખાન તેના જંગી લશ્કરના કાફલા સાથે આજુબાજુના ગામડાઓ ધમરોડતા આવ્યા હતા તેવા સમયે આ સેનાએ લોકોને બહુ ત્રાસ આપ્યો હતો. અને કાળો કેર વર્તાવ્યો હત લુંટફાટ પણ કરી હતી
આ સેના જયારે કાશી વિશ્ર્વનાથ મંદીર પાસે પહોંચી ત્યારે આક્રમણથી શરુઆતમાં જ નગારે ઘા કરતા જ મંદીરના ભોંયરામાંથી ભોળાનાથના પ્રિય સૈનિકો એવા ભમરાઓના ઝુંડે સુલતાનના સૈન્યને ડંખ મારીને ભગાવી દીધા હતા. ભમરાઓને જોઇને તેનું લશ્કર આધુ પાછુ થઇ ગયું હતું પરંતુ આ ભીમકાય નગારુ હતું એ લઇ જવાનો પણ સમય નહોતો આજે પણ આ મંદીરમાં આ મોટું નગારું મોજુદ છે. હડીયાણાની આજુબાજુના ગામડાઓમાંથી શ્રાવણ માસમાં શિવ ભકતો મહાદેવને નમન કરવા દોડી આવે છે. શ્રાાવણ માસમાં આ મંદીરમાં અનેક શણગાર થાય છે. આ ગામનો ઇતિહાસ જોતા જાણીતા કવિ અને સાહિત્યકાર કરશનદાસ માણેકનું આ જન્મ સ્થળ કહેવાતું હતુ પહેલા આ ગામનું નામ હરિપુર હતું અને હવે હડીયાણા છે ત્યારે જય જય શંભુનો નાદ કરતા શિવ ભકતો ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય છે અને મહાદેવના વિવિધ શણગારના દર્શન કરવા ઉમટી પડે છે.
કંકાવટી નદીના પશ્ર્ચિમ કીનારે આ મંદીર આવેલું છે જેમ જામનગરમાં કાશી વિશ્ર્વનાથનું મંદીર ખુબ જ પ્રખ્યાત છે. તેના દર્શન ચારે દીશાથી થઇ શકેછે એવી જ રીતે આ મંદીરનો મહિમા પણ અનેરો છે. કંકાવટી નદીના પૂર્વ કિનારે આવેલા હડીયાણાનું નામ પહેલા હરીપુર હતુ નામ એવા જ આ ાગમના ગુણ, ગામને ચારે બાજુ કાશી વિશ્ર્વનાથ મંદીરની આજુબાજુ તે સમયે સૈનિકો ગાયોની રક્ષા કરતા હતા અને દુશ્મનોના હાથે લડાઇમાં કેટલાક લોકો ગાયોની રક્ષા કરતા કરતા વિરગતિ પામ્યા હતા એટલે જ આ મંદીરની આજુબાજુ અનેક પાળીયાઓ મોજુદ છે. હિન્દુ ધર્મની કેટલીક જ્ઞાતિના સુરાપુરા, સતીમાતાના સમાધી સ્થળ પણ અહીં આવેલા છે.