અબતક, નવી દિલ્લી
પાકિસ્તાની સેના પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં ૧૦ જવાનો શહીદ થયા છે. બીજી તરફ સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો અને ઘણા લોકો ઘાયલ થયા.

મળતી માહિતી મુજબ, આ હુમલો પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના કેચ જિલ્લામાં થયો હતો. જ્યારે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળોની એક ચેકપોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં દસ જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો, ૧૦ સૈનિકોના મૃત્યુ
પાકિસ્તાન સેનાએ ગુરુવારે આ હુમલાની માહિતી આપી હતી. સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સએ જણાવ્યું હતું કે ૨૫-૨૬ જાન્યુઆરીની વચ્ચેની રાત્રે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં ૧૦ જવાનો શહીદ થયા હતા જ્યારે સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
આ કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં છે. હજુ સુધી કોઈ સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી નથી. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલૂચિસ્તાન પ્રાંત લાંબા સમયથી હિંસક વિદ્રોહનું કેન્દ્ર છે. બલૂચ વિદ્રોહી જૂથોએ ભૂતકાળમાં આ ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.