- IIT, IIM અને રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓએ આ સંદર્ભમાં ડેટા આપ્યો નથી
યુનિવર્સિટી અને કોલેજમાં બનતા આત્મહત્યાના બનાવો અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને યુ.જી.સી પાસેથી આ અંગે ડેટા મંગાવ્યો હતો. જે અંગે યુ.જી.સી.એ શુક્રવારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે કેન્દ્રીય, રાજ્ય, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાંથી આત્મહત્યાનો કોઈ બનાવ નોંધાયો નથી, તેમ છતાં આત્મહત્યાથી મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓની માતાઓએ દાવો કર્યો હતો કે IIT, IIM અને રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓએ આ સંદર્ભમાં ડેટા આપ્યો નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટ બેંચ સમક્ષ યુ.જી.સી. સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમણે કહ્યું હતું કે આ માહિતી 45 કેન્દ્રીય, 293 રાજ્ય, 269 ખાનગી અને 103 ડીમ્ડ યુનિવર્સિટીઓ તેમજ વિવિધ રાજ્યોની 2,812 કોલેજોમાંથી એકત્રિત કરવામાં આવી હતી.
આત્મહત્યાથી મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓની માતાઓ, અરજદારો આબેદા સલીમ તડવી અને રાધિકા વેમુલા તરફથી, વકીલ ઇન્દિરા જયસિંહે જણાવ્યું હતું કે IIT, IIM અને NLU, જ્યાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બન્યા છે. તેમણે UGC દ્વારા આવી ઘટનાઓ તેમજ જાતિ આધારિત ભેદભાવ અંગેની ફરિયાદોનો ડેટા માંગવાનો કોઈ જવાબ આપ્યો નથી.
સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ દ્વારા 1,503 જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 1,426નો ઉકેલ લાવવામાં આવ્યો છે. મહેતાએ જણાવ્યું હતું કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં SC/ST/OBC/PwD અને લઘુમતી સમુદાયોના પ્રમોશન પર હાલના યુ.જી.સી. નિયમોની સમીક્ષા કરવા માટે સોંપાયેલી નિષ્ણાત સમિતિએ યુ.જી.સી. નિયમનો, 2025નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે.