રેલવેના ૭૦,૦૦૦ ફાયનાન્સના ૧૫,૭૦૦, કોમ્યુનિકેશનના ૧૨,૮૦૦ ગૃહના ૧૧,૭૦૦ અને સંરક્ષણ વિભાગના ૩,૪૦૦ પેન્ડિંગ કેસ
જો રાજય અને કેન્દ્ર સરકાર આજે તેમના દ્વારા કોર્ટમાં ફાઈલ થયેલા કેસો પરત ખેંચવાનો નિર્ણય કરે તો ૩.૧૫ કરોડ પેન્ડીંગ કેસોમાથી ૪૬ ટકાનો આપોઆપ નિકાલ થઈ જાય !
ન્યાય તંત્રમાં સરકારના કેસની સંખ્યા અંગે રીપોર્ટ તૈયાર થયો છે. જેમાં કેન્દ્રીય કાયદા મંત્રાલય, રેલવે પાયનાન્સ, કોમ્યુનિકેશન્સ અને ગૃહ વિભાગ તથા સંરક્ષણ વિભાગના સૌથી વધુ
કેસ પેન્ડીંગ હોવાનું ફલીત થયું છે. ઘણા કેસમાં અધિકારીઓ, બે વિભાગો તેમજ પબ્લીક સેકટર વચ્ચેના જ ખટરાગ જોવા મળ્યા છે.
દેશની વિવિધ અદાલતોમાં રેલવેના ૭૦,૦૦૦થી વધુ કેસ ચાલે છે. જેમાથી ૧૦,૦૦૦થી વધુ કેસો ૧૦ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે. ફાયનાન્સ વિભાગના ૧૫,૭૦૦, કોમ્યુનિકેશન વિભાગના ૧૨,૮૦૦, ગૃહ મંત્રાલયના ૧૧,૭૦૦, સંરક્ષણ મંત્રાલયના ૩,૪૦૦ પેન્ડીંગ કેસ છ, આ અભ્યાસ તો માત્ર કેન્દ્રીય મંત્રાલયોનો જ છે!
ગયા વર્ષે સરકારે ૫૫ વિભાગોની કાયદાકીય જંગની વિગતો કામગીરી અને ટ્રાયલ્સ માટે વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતુ હાલ દેશમાં ૩.૧૫ કરોડ પેન્ડીંગ કેસમાંથી સુપ્રિમમાં ૬૦,૭૫૦ છે. ૨૪ હાઈકોર્ટોમાં ૪૦ લાખ અને ડિસ્ટ્રીક કોર્ટોમાં ૨.૭૪ કરોડથી વધુ કેસોનો ભરાવો છે.