- કાપોદ્રા પોલીસે મકાનમાંથી ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી કબ્જે કરાઈ
- 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારીયા કરાયા જપ્ત
દિવસેને દિવસે સુરતમાં હ-ત્યા સહિતના અનેક નોંધતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત દારૂ, બીયર સહિતના મુદામાલ જપ્ત થતાં હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાં કાપોદ્રા પોલીસે મકાનમાંથી ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી કબ્જે કરાઈ હતી. આ ઉપરાંત 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારીયા જપ્ત કરાયા હતા. આ રૂમમાં બિકાસ નામનો ઈસમ રહેતો હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ઈસમ સામે બે અલગ અલગ ગુના દાખલ કરાયા છે.
સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા શ્રી રામ નગરના એક મકાનમાંથી ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શ્રી રામ નગરના 473 નંબરના મકાનમાંથી ગાંજાની 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે. સાથે જ રૂમમાંથી અન્ય રીતે સંગ્રહિત કરવામાં આવેલો 3 કિલો 166 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વેચાણના હિસાબ રાખવાના 2 ચોપડા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારીયા પણ પોલીસ દ્વારા કબ્જે કરાયા છે. આ રૂમમાં બિકાસ નામનો ઈસમ રહેતો હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ઈસમ સામે બે અલગ અલગ ગુના દાખલ કરાયા છે.
સુરતના કાપોદ્રા પોલીસે રામ નગરના એક મકાનમાંથી ગાંજો ઝડપી પાડ્યો હતો. 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી તેમજ 3 કિલો 166 ગ્રામનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપી વિરુદ્ધ બે ગુના દાખલ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા શ્રી રામ નગરના 473 નંબરના મકાનમાંથી મકાનમાંથી ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગાંજાની 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ રૂમમાંથી અન્ય રીતે સંગ્રહિત કરવામાં આવેલો 3 કિલો 166 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વેચાણના હિસાબ રાખવાના 2 ચોપડા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારીયા પણ પોલીસ દ્વારા જપ્ત કરાયા હતા. આ રૂમમાં બિકાસ નામનો ઈસમ રહેતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા આ બિકાસ નામના ઈસમ સામે ગુનો બે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય