ધુમ્રપાન ફેફસાના કાર્યને બગાડે અને રોગ પ્રતિકારક શકિત ઘટાડે
ધુમ્રપાન ચેપને ફેલાવવાનું સરળ બનાવે છે: ભારત વિશ્વ માં તમાકુના વપરાશમાં બીજા સ્થાને છે, 28.6 ટકા પુખ્ત વયના લોકો આની ટેવ વાળા હોવાથી દર વર્ષે 1.2 મિલિયન લોકો તમાકુ સંબંધીત રોગોથી મૃત્યુ પામે છે: દર વર્ષે બે લાખ લોકો ધુમ્રપાન કરનારના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે
સેકન્ડ હેન્ડ સ્મોક આરોગ્ય સૌથી મોટુ જોખમ છે: તમાકુ ખાવો-પીવો કેચાવો તે તમામ કેન્સરને આમંત્રણ આપે છે: તમાકુના તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવો તેજ હવે યોગ્ય નિર્ણય ગણાશે
દર વર્ષે 10 લાખ લોકો જેના રોગોથી મૃત્યુ પામે છે. તે ધુમ્રપાન નિષેદ દિવસ આજે રાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય રહ્યો છે. આપણા દેશમાં 27 ટકા કેન્સર તમાકુના સેવનથી થાય છે. આપણા દેશમાં તેના વિરોધમાં કાયદાઓ હોવા છતાં જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ, હોટલ, બાર, પબ, બસ વિગેરેમાં લોકો બેધડક ધુપ્રમાન કરતાં જોવા મળે છે. તેના ધુમાડાના સંપર્કમાં આવવાથી પણ હજારો લોકો કેન્સરનો ભોગ બને છે. દેશમાં હવે તમાકુ કે તેનાથી બનતા તમામ ઉત્પાદનો બંધ કરવા ફરજીયાત કાર્ય કરવું જ પડશે. આપણો દેશ વિશ્વ ભરમાં તમાકુના વપરાશમાં બીજા સ્થાને આવે છે. ફિલ્મો-ટીવીમાં ભયાનક જાહેરાત સાથે સિગારેટ બોકસ ઉપર પણ ચેતવણી આપે છે. લાખો લોકો તેનો વપરાશ કરી રહ્યા છે. આજકાલતો દેશનો યુવાવર્ગ પણ ધુમ્રપાનનો શોખીન થઈ ગયો છે. જે ગંભીર બાબત છે.
દેશમાં સેકન્ડ હેન્ડ સ્મોકની પણ ભયંકર સમસ્યા છે. ધુમ્રપાન ને કારણે ફેફસાના કેન્સર, હૃદયરોગ અને શ્ર્વસન તંત્રના ચેપનો ખતરો વધી જાય છે. ઘરમાં એક વ્યકિતનું ધુમ્રપાન બાકીના બધાના જીવ જોખમમાં મુકે છે. સ્વાસ્થ્ય માટે ગંભીર ગણાતી આ સમસ્યાને કારણે દેશના 88 ટકા લોકો આ ખતરા વચ્ચે જીવી રહ્યા છે. તેથી જ તેના નિયંત્રણ કાયદાને મજબુત બનાવવો જરૂરી છે. આના રોગીઓની મેડિકલ સારવારમાં કરોડો રૂપીયા ખર્ચાતા હોવાથી જી.ડી.પી.ની ટકાવારીમાં અસર પડે છે. ધુમ્રપાનથી કાળાદાંત, શ્ર્વાસની દુર્ગંધ, દાતમાં સડો, પેઢાના રોગો સાથે મૌખિક સ્વાસ્થ્ય સાથે મોના કેન્સરનો ભય રહે છે.
ધુમ્રપાન કરવાથી ફેફસા, મુત્રાશયના રોગો, ગળાનું કેન્સર, હૃદયરોગ, શ્ર્વાસનળીનો સોજો,જઠ્ઠરમાં ચાંદા જેવા વિવિધ રોગો થાય છે.ધુમ્રપાન બંધ કરવાથી શરીરનાં આ તમામ અવયવોને નુકશાન થતું નથી. તે મગજને નુકશાન કરતું હોવાથી સ્ટ્રોકની શકયતા વધી જાય છે. આજના યુગમાં સ્વસ્થ જીવન શૈલીથી જ તમે બચી શકો છો.આદીકાળથી માનવી ધુમાડોના આસ્વાદ માણતો આવ્યો છે. 15મી સદીમાં પ્રથમવાર તમાકુનો ઉપયોગ કરાયો હતો.1920માં વૈજ્ઞાનિકોએતેનેકેન્સરની કડી તરીકે ઔપચારીક રીતે શોધી કાઢી હતી.ધુમ્રપાન આખા શરીરને અસર કરે છે, તેની શારિરીક અને માનસિક બંને અસરો જોવા મળે છે. તે એક ઉન્માદ માટે જોખમી પરિબળ છે. અલ્જાઈમર રોગના 14 ટકા કેસ ધુમ્રપાનને આભારી છે. દરરોજ માત્ર બે ત્રણ સિગારેટ પીનારામાં પણ કાર્ડિયોવાસ્કયુલરના ચિન્હો બતાવે છે. તેને કેન્સર સાથે સીધો સંબંદ હોવાથી કેન્સરના દર ત્રણ મૃત્યુમાંથી એક મોત ધુમ્રપાન સાથે સંકળાયેલું છે. માત્ર એક સિગારેટ જ તમારા શરીરમાં એક મિલીગ્રામ નિકોટીન પેદા કરે છે. આજે જ સિગારેટ છોડો અને કેન્સર અને ફેફસાના રોગોથી બચો.