મેડિકલ પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે અલગ-અલગ પ્રવેશ પરીક્ષા આપવી નહીં પડે. હવે એમ્સ સહિત તમામ મેડિકલ કોલેજોમાં એન્ટર્સ માટે માત્ર નીટ જ લેવાશે.

કેન્દ્રીય કેબિનેટે આ અંગે નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ સંસદમાં પાસ થયા બાદ એનએમસી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલનું સ્થાન લેશે અને ભારતીય ચિકિત્સા અધિનિયમ-1956 ખતમ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નવું બિલથી એનએમસીના 4 સ્વાયત બોર્ડ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન, પોસ્ટ ગેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન, મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ, એથિક્સ એન્ડ મેડિકલ બોર્ડ્સની રચના થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.