સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો કોર્પોરેશનની સ્પષ્ટતા
છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મિડીયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે બોર્ડમાં અભ્યાસ કરતા છાત્રોને કોર્પોરેશન દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. પરંતુ આવી કોઇ જ યોજના અમલમાં ન હોવાની સ્પષ્ટતા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ફોર્મ મેળવવા માટે કોર્પોરેશન કચેરી સુધી વાલીઓને ધક્કા ન ખાવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક સ્લાઈડ વાઈરલ થઇ રહી છે, જેમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં વાલીઓ જોગ એક સંદેશ લખેલ છે કે, “માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશીપ યોજના જાહેર કરી છે જેનું નામ અબ્દુલકલામ અને વાજપેયી યોજના છે. જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.” આ સ્લાઈડનાં પગલે લોકો રાજકોટ મહાનગરપાલિકા ખાતે માહિતી મેળવવા આવી રહ્યા છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા ખાતે આ સ્કોલરશીપ અંગેના ફોર્મનું વિતરણ કરવામાં આવતું નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવી