બજારમાં હવે ખૂબ ઓછા ભાવમાં મેળવી શકો છો રોયલ એનફિલ્ડનો અનુભવ !! જાણો શું છે ફીચર્સ …
હાલ માં બજારમાં 1.50 લાખની કિંમતના સેગ્મેન્ટમાં ઘણી બધી મોપેડ તથા બાઈક આપણે જોઈએ છીએ, જે ખૂબ જ સ્પર્ધામાં ચાલી રહેલ છે. અને આ સ્પર્ધામાં હવે ઘણા બધા યંગસ્ટરનું સપનું રોયલ એનફિલ્ડ પણ આવી ગયું છે. અને તેના ફીચર્સ લોકોને ખરીદવા માટે આકર્ષિત કરી રહ્યા છે અને એ પણ બજારમાં ખુબ જ ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી લોકો તેને અધધ પસંદ કરી રહ્યા છે . તમે પણ જો કોઈ ઓફરોડ તેમજ ઓનરોડ પર્ફોમન્સમાં એક એવી બાઈક શોધી રહ્યા છો જેના લૂકસ , ડિઝાઈન અને ફીચર્સ તમને તથા સામે વાળી વ્યક્તિ ને મોહી લે ?
રોયલ એનફિલ્ડ તમારા માટે લઈને આવી છે રોયલ એનફિલ્ડ હન્ટર 350 .
આ એક ક્રુઝર પ્રકારની મોટરસાઇકલ છે જેના લૂકસ બીજી બધી મોટરસાઇકલ કરતા અલગ તરી આવે છે. જે હમણાં જ લોન્ચ થયું હોવા છતાં પણ તેના ગ્રાહકોને આકર્ષિત કરી એક નવો ફેનબેસ બનાવી લીધો છે . લોકો તેના ચાહકો બની રહ્યા છે . તો ચાલો આપણે જાણીએ શું છે આ રોયલ એનફિલ્ડ હન્ટર 350ની ખાસિયત !!
રોયલ એનફિલ્ડએ એક 349.34ccના પાવરફુલ એન્જિન સાથે આવે છે. જે 13લિટરની ફયુલટેંક કેપેસિટી સાથે આવે છે . એક 5 સ્પીડ ગીઅરબોકસ ધરાવે છે . રોયલ એનફિલ્ડ હન્ટર 350ની મુખ્ય વિશેષતા એ છે કે જે 20.2 bhpની પાવર તથા 27nm(ન્યુટનમીટર)નો ટોર્ક ઉત્પન્ન કરે છે જે આ મોટરસાઇકલને ક્રુઝર સેગ્મેન્ટની એક શ્રેષ્ઠ બાઈક બનાવે છે જેનો વજન 177kg છે અને સીંગલ ચેનલ abs બ્રેક સાથે રોડ પર સારી એવી પ્રતિકૃતિ આપે છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350ની માઈલેજ 36કિમી./લીટર ની છે જે એક સારું પરિણામ આપે છે
રોયલ એનફિલ્ડ હન્ટર 350ના બજારમાં બે મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે
1.મેટ્રો
2. રેટ્રો
આ બંને મોડેલ ૮ કલરમાં માર્કેટમાં ઉપલબ્ધ છે . અને આ આઠ કલરની બાઈકમાં પણ રેબલ રેડ અને રેબલ બ્લુ કલરએ ગ્રાહકો તથા ઇચ્છુકો પર પોતાનો જાદુ ચલાવ્યો છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350ના ૩ વેરીએન્ટ છે
1. હન્ટર 350 રેટ્રો ફેક્ટરી
2. હન્ટર 350 મેટ્રો ડેપર
3. હન્ટર 350 મેટ્રો રેબલ
અહી હન્ટર 350 રેટ્રો ફેક્ટરીની કિંમત માત્ર 1,49,900 /- એક્સશોરૂમ છે તથા હન્ટર 350 મેટ્રો ડેપરની કિંમત 1,69,434/- એક્સશોરૂમ છે . અને તેના ટોપ મોડેલ હન્ટર 350 મેટ્રો રેબલની કિંમત 1,74,430/- એક્સશોરૂમ છે . આ ભાવમાં આ લૂકસ , ડીઝાઇન અને ફીચર બીજી કોઈ મોટરસાઇકલ ભાગ્યે જ આપે છે .