ઉત્તેજક જાહેરાતોથી બાળકો પર ખરાબ અસર પડવાની ટીવી ચેનલોની ફરિયાદના પગલે લેવાયો નિર્ણય
તાજેતરમાં જ સરકારે સવારે ૬ થી રાતના ૧૦ વાગ્યા સુધી ટીવીમાં કોન્ડોમની દરેક જાહેરાતો દેખાડવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ત્યારે હવે માહિતી અને પ્રસારણ મંત્રીએ ચોખવટ પાડતા જણાવ્યું હતું કે, ફકત ઉત્તેજક જાહેરાતો પર જ આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટની નોટીસ બાદ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કોન્ડોમની જાહેરાતોને કારણે નહીં પરંતુ કોન્ડોમ બ્રાન્ડ દ્વારા દેખાડાતા ઉત્તેજક દ્રશ્યોને કારણે દર્શકોને તકલીફ છે.
જોકે સવારે ૬ થી રાતના ૧૦ વાગ્યા સુધી ટીવી ઉપર કોન્ડોમની જાહેરાતો નહીં દેખાડવાનો સરકારે નિર્ણય લીધો હતો હવે તેમનું કહેવું છે કે સમાજમાં લોકોને તકલિફ ન પડે અને કોન્ડોમ બ્રાન્ડોને પણ સુવિધા રહે માટે આ નિર્ણય લેવાયો છે. જેનો એક એનજીઓ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં વિરોધ કરાયો છે કે સરકારે પહેલા સંપૂર્ણ પ્રતિબંધ લાદયો તો હવે પાછા પગલા શા માટે લઈ રહ્યા છે ? આ અંગે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જે જાહેરાતોમાં ઉત્તેજક મહિલાઓના દ્રશ્યો લોકોને પ્રોડકટ વિશે સેફ સેકસ અંગે ભ્રમીત નથી કરી રહ્યા તેમને રોકવામાં આવશે નહીં. જોકે પ્રસારણ અને માહિતી મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, અમુક ચેનલો વારંવાર કોન્ડોમની જાહેરાતો બતાવે છે તેની બાળકો પર ખરાબ અસરો થાય છે માટે જુઠી માહિતી દ્વારા લોકોને ભ્રમિત કરી શકશે નહીં.