- કેન્દ્રમાં સરકાર બન્યા બાદ પહેલા 100 દિવસમાં કયાં કામ કરવા તેની યાદી તૈયાર કરી રાખી છે: વડાપ્રધાન
ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બે દિવસ ગુજરાતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત વિજય વિશ્વાસ સંમેલન સભા યોજી હજી ડિસા ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભાની જંગી જાહેરસભાને સંબોધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની ઘરતીએ મને જે સંસ્કાર અને શિક્ષણ આપ્યુ અને ખૂબ લાબા સમય સુધી મુખ્યમંત્રી તરીકેની સેવા કરવાની તક આપી તે બધુ આજે મને દિલ્હીમા લેખે લાગે છે. આ વખતે આપણે સંકલ્પ લઇએ કે વિકસીત ભારત બનાવવા માટે વિકસીત ગુજરાત બનાવવામા કોઇ કસર નહી બાકી રાખીએ. વર્ષ 2014મા મને દિલ્હી મોકલી દેશની સેવા કરવાની તક આપી. 2014 પહેલા જે સરકાર હતી ત્યારે દેશમા ચારેય બાજુ આંતકવાદ,ભ્રષ્ટાચાર સાથે દેશમા નિરાશાનુ વાતાવરણ હતું ત્યારે વિકટ સ્થિતિમા મને દેશની સેવા કરવાની તક આપી. ગુજરાતની જનતાએ મને જે શિક્ષણ અને તાલીમ આપી હતી તે પ્રમાણે મહેનત કરવામા કોઇ કસર બાકી નથી રાખી. એક એક મીનીટ દેશ માટે અર્પિત કરી છે. સામાન્ય વ્યક્તિની આશા પુરી કરવા પ્રયત્ન કર્યા છે.
2024ની ચૂંટણી મારા અનુભવો લઇ આવ્યો છું દસ વર્ષ જે રીતે મે દેશને ચલાવ્યો છે અને દેશને નવી ઉંચાઇ પર લઇ જવાનો પ્રયાસ કર્યો છે તેમજ દેશના સામાર્થ્ય ને પારખ્યુ છે અને સામાર્થ્યના આધાર પર ગેરંટી લઇ આવ્યો છું. ગેરંટી આપવા બહુ હિમંત જોઇએ. મારી પાસે દેશના સામાર્થ્ય અને તાકાતને ઓળખવાની શક્તિ છે. મારી ગેરંટી છે આવનાર ત્રીજા ટર્મમા ભારતને દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ. દેશ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે તેની સમૃદ્ધી,સામાર્થ્ય અને લાભ વર્તમાન અને ભાવી પેઢીને મળશે તેની ગેરંટી આપુ છું.
સરકાર બન્યા પછી પહેલા 100 દિવસ કયા કામ કરવા તેની યાદી પણ તૈયાર કરી રાખી છે.ખાલી બધી બેઠકો જીતાડવી એટલુ નહી આપણે બધા પોલીંગ બુથ જીતવા છે.ભાજપના ઉમેદવારોને આશિર્વાદ આપી દિલ્હી મોકલવા વિનંતી. ભાજપના ઉમેદવારને આપેલો મત મોદીને જશે એટલે તમારી ગેરંટી પાક્કી. ગુજરાતની જનતાને સલામ છે કે તેમણે ગુજરાતમા અસ્થિર સરકાર આવવા નથી દીધી. દેશના ઘણા રાજયોમા રાજનીતીની અસ્થિરતાએ ઘણુ નુકશાન કર્યુ છે. આજે પણ કોંગ્રેસ પાસે ન મુદ્દા છે ન કોઇ વિઝન ન કોઇ કામ કરવાની ઇચ્છા શક્તિ. 2014મા લોકસભા ચૂંટણીની સભામા કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ ચા વાળો શુ કરશે?, આ ગુજ્જુ શુ કરશે ?, દાળભાત ખાવા વાળો શુ કરશે ? આવા મુદ્દે મજાક કરતા પણ જનતાએ એવો સબક આપ્યો કે આજે 40 બેઠકો પર સમેટાઇ ગયા છે. 2019મા બીજી ચૂંટણીમા પણ સબક ન લીધો અને ચોકીદાર ચોર છે… કહેતા કે મોદી ખૂન ની દલાલી કરે છે, રાફેલના રમકડા લઇ ફરતા હતા પણ જનતાએ ફરી એવી સ્થિતિ કરી કે એક મજબૂત વિપક્ષ પણ નથી બનાવી શક્યા. 2019 પછી તેમણે મોદીનુ અપમાન કરવાનુ અભિયાન ચલાવ્યું. ગર્વ સાથે મોદી સમાજ અને ઓબીસી સમાજને ચોર કહી દીધુ અને આખા દેશમા ગુજરાતીઓ માટે નફરત ફેલાવાની એક તક નથી ગુમાવી. 2024મા કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ફરી અફવાઓ ચલાવે છે. આ વખતે પણ કોંગ્રેસ અને તેમનું ગઠબંધન પહેલા કરતા ઓછી બેઠકો મેળવશે. લોકસભાના બે ચરણ પુરા થયા છે તેમા પહેલા ચરણમા ઇન્ડિયા ગઠબંધન પસ્ત થયુ અને બીજામા ધ્વસ્ત થયુ છે. રાજસ્થાનમા એક બેઠક તેમના ફાળે આવવાની નથી.
વડાપ્રધાને વધુમા જણાવ્યું કે, આ વખતની ચૂંટણીમા કોંગ્રેસ ફરજી વિડિયો બનાવી રાજકારણ કરી રહ્યા છે. કોંગ્રેસની મોહબ્બતની દુકાનમા ફેક ફેકટરી કામ કરી છે. કોગ્રેસના વિડિયો ફેક,કોંગ્રેસના વચનો ફેક,કોંગ્રેસની વાતો ફેક,કોંગ્રેસના નારા અને નિયત પણ ફેક. ફેક વિડિયોની રાજનીતી ન કરવી જોઇએ આની સજા દેશ આપશે. બાબા સાહેબે આબેંડકરજીએ જે સંવિધાન આપ્યુ છે,દેશના નિર્માતાએ જે સંવિધાન આપ્યુ છે તે સંવિધાનનુ સરક્ષણ કોંગ્રેસના નેતા કાન ખોલી સાભંળી લે મોદી જ્યા સુઘી જીવે છે ત્યા સુઘી ઘર્મના આધાર પર આરક્ષણની રમત રમવા નહી દઉ. એસ.સી,એસ.ટી,ઓબીસી અને સામાન્ય વર્ગના ગરીબોને જે આરક્ષણ મળ્યુ છે સંવિધાનથી મળ્યુ છે તેમા રદી પણ બદલાવ નહી આવે. દલિત ,આદિવાસી સમાજ,સામાન્ય વર્ગના લોકોના આરક્ષણ માથી લુંટ ચલાવી ધર્મના આઘારે મુસલમાનોને આરક્ષણ આપવા માગો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓને ચેલેન્જ આપુ છુ કે તેમનામા હિમત હોય તો જાહેર કરે કે તેઓ ક્યારેય પણ ધર્મના આઘાર પર આરક્ષણનો દુર ઉપયોગ કરશે નહી, સંવિધાનમા બદલાવ કરશે નહી અને ન તો ધર્મના આધાર પર કોઇને આરક્ષણ આપશે. હું દેશવાસીઓને કહેવા માગુ છું કે જ્યા સુધી મોદી અને ભાજપ છે ત્યા સુધી બાબા સાહેબ આબેંડકર ,ભારતના સંવિઘાને એસી.સી,એસ.ટી,ઓબીસી અને સમાન્ય વર્ગના લોકોને જે આરક્ષણ આપ્યુ છે તેની રક્ષા કરવામા આવશે.
તેઓએ વધુમા જણાવ્યું કે, વોટબેંક માટે કર્ણાટકમા રાતોરાત મુસલમાનોને ઓબીસીમા સમાવેશ કરી દીધો.દેશના લોકોએ કાળી મજુરી કરી ટેક્ષ આપ્યો હોય તેમને લુટવા ન દઉ. આ ચૂંટણીમા ભાજપ સિવાય કોઇ પણ રાજકીય પાર્ટી 272 ઉમેદવાર ઉભા રાખ્યા નથી અને સરકાર બનાવવાની વાતો કરે છે.કોંગ્રેસના શાહી પરિવાર આ વખતે કોંગ્રેસને મત નહી આપી શકે.. તે મોદીની કમાલ છે ને તેમ સવાલ કર્યો. અહેમદ ભાઇના પરિવાર પણ આ વખતે કોંગ્રેસને મત નહી આપી શકે આવી કોંગ્રેસની દશા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો બહાર આવ્યો ત્યારે મે કહ્યુ હતુ કે આમા મુસ્લીમ લીગની છાપ છે.
મોદીએે સામ પિત્રોડાના નિવેદનને ટાકતા કહ્યુ કે કોઇ પણ પરિવારના વડિલો તેમના બાળકોને મૃત્યુ પછી તેમના બાળકોને કશુ આપી જવાની ઇચ્છા વ્યકત કરે પણ કોંગ્રેસ વાળાએ એ મિલકતો પર નજર બગાડી છે. કોંગ્રેસ સરકાર બનશે તો 55 ટકા તે મિલકત પર ટેક્ષ વસુલ કરવાની વાત કરી છે. ભાજપ તો જનતાની તાકાત વઘારવાનુ કામ કરે છે તો કોંગ્રેસ તમારી ભેગી કરેલ તાકાતને લુટવાનુ કામ કરે છે એટલે કોંગ્રેસથી ચેતતા રહેજો. ગુજરાતે જે વિકાસ કર્યો છે તેની પાછળ એક વિઝન રહ્યુ છે એક લાબા ગાળાની મહેનત છે તેના કારણે ગુજરાત આગળ વધ્યુ છે.