• કોઈ ધર્મ લડવાનું શીખવાડતું નથી:ધર્મવાળા લડ્યા વગર રહેતા નથી: અહંકાર લડે છે
  • યુવાનો સોશિયલ મીડિયામાં ખોવાયા સામાજિક સંબંધોથી થયા દૂર:જીવંત લોકો સાથે સંવાદ આનંદદાય

Rajkot News

પૂ.દાદા ભગવાન દીક્ષિત તથા પૂ. ડો. નીરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂ.દીપકભાઈ દેસાઈ થકી આધ્યાત્મ અને વ્યવહાર સંબંધી ઊંડી સમજણ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અમુલ્ય અવસર રાજકોટના આંગણે યોજાયો હતો.પૂ. દીપકભાઇનો સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો.જે અંતર્ગત સવારથી સત્સંગનો કાર્યક્રમ અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ,પેડક રોડ ખાતે તારીખ 11 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાયો હતો.પૂજ્ય દીપકભાઈ દ્વારા પ્રશ્નોત્તરી સત્સંગ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

જેમાં રાજકોટ પત્રકારત્વ જગતના મિત્રોએ પૂ.દિપકભાઈ ને પ્રશ્ન પૂછ્યા હતા જેનો સહજભાવે તમામ પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, તળાવ મુક્ત રહેવા વ્યક્તિએ જીવનમાં પણ સમજણ ને દૂર કરવી જરૂરી છે પોઝિટિવ પ્રયત્નો શરૂ રાખવા જોઈએ. વ્યક્તિએ આ જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે.જ્યારે વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે તેના જીવનમાં તણાવ દૂર થઈ જશે.વ્યક્તિએ પોતાના રહેલા કરતાં ભાવ શું થશે?તેમજ અણસમજણને નીકાળવી જરૂરી છે. જ્યારે વ્યક્તિના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનો કરતા ભાવ છૂટી જાય છે.વ્યક્તિ સરળતાથી દરેક કામ પૂર્ણ કરે છે.

Mantra to remove misunderstandings, keep positive efforts, stay stress free: P. Deepakbhai Desai
Mantra to remove misunderstandings, keep positive efforts, stay stress free: P. Deepakbhai Desai

ધર્મ વિશે જણાવતા પૂજ્ય દીપકભાઈ કહ્યું જગતમાં ધર્મ બધાય સાચા છે સરખા નથી.કોઈ ધર્મ શ્રેષ્ઠ કહે એનો વાંધો નહિ.પણ કોઈ ધર્મને નીચા ન કહેવા જોઈએ. શિક્ષણમાં જેમ ધોરણ મુજબ આગળ વધવાનું હોય છે. એ જ રીતે ધર્મમાં પણ સાચી સમજણ એક ધોરણ આગળ વધારે છે.

360 ડિગ્રીએ જોઈએ તો દરેક પોતાના વ્યુ પોઇન્ટ પર ઊભા રહ્યા છે.ખરેખર સેન્ટરમાં પહોંચવાનું છે કોઈ 150 ડીગ્રી કોઈ 200 ડીગ્રી પર પહોંચે ત્યારે તેને લાગે છે કે મારો ધર્મ સાચો મારા ગુરુ સાચા મારી ક્રિયાઓ સાચી તે તેની રીતે સાચો હશે પણ તેને સમજવું પડશે દરેક આપણી કોલેજના છે

ધોરણ મુજબ આગળ વધવાનું છે.સંપ્રદાય ધર્મ ડીગ્રી ડીગ્રી વ્યુ પોઇન્ટ પર ઉભા હોય. વીતરાગ ધર્મ સેન્ટરમાં હોય તેને લાગે કે દરેક ડિગ્રીએ ઊભો સાચો છે. સેન્ટરમાં બધું જુદું છે મતભેદ નથી રાગદ્વેષ નથી સેન્ટર વાળો બધાને સ્વીકારે છે. જો મતભે થતું હોય તો એકને 150 ડિગ્રી અને બીજાને 250 ડિગ્રી દેવા જોઈએ ત્યારે તેને ખરેખર મહત્વના સમજાતી હોય છે.

Mantra to remove misunderstandings, keep positive efforts, stay stress free: P. Deepakbhai Desai
Mantra to remove misunderstandings, keep positive efforts, stay stress free: P. Deepakbhai Desai

આ જગતમાં કોઈ ધર્મ લડવાનું શીખવાડતું નથી અને ધર્મવાળા લડ્યા વગરના રહેતા નથી. ખરેખર તો અહંકાર લડે છે. આ લડાઈ દુનિયાનું વિટામિન છે. લડાઈથી પ્રગતિ થતી નથી.જેને ખરેખર સમજણ આવે છે તેને કુદરત ઉપરના ધોરણમાં મૂકે છે. અને જેને લડવું છે એને કુદરત એ જ ધોરણમાં અવતારો કઢાવે છે અવતારો કાઢ્યા બાદ તેને સમજણ આવે છે. દુનિયામાં આવું ચાલવાનું છે ઘર્ષણનું કારણ આ જ છે. યુવાનો દિશા અભુલી રહ્યા છે આખો દાડો સોશિયલ મીડિયામાં યુવાન વ્યક્ત રહે છે સોશિયલ જીવનમાં ખોવાઈ સામાજિક સંબંધોથી યુવાન દૂર થયો છે જેથી તેનામાં એડજસ્ટમેન્ટ લેવલની શક્તિ ખૂટી છે જીવંત લોકો સાથે સંવાદ આનંદ આવી રહે છે યુવાનોએ જીવંત લોકો સાથે સંવાદ રાખવો જોઈએ ના કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પોતાના સમસ્યાનો નિકાલ શોધવો જોઈએ જીવંત લોકો સાથેનો સંવાદ જ સાચી સમજણ અને સમસ્યાનો નિકાલ લઈ આવી શકે છે.પ્રશ્નોત્તરી સત્સંગથી સેવાર્થીઓમાં જ્ઞાનની ખૂબ મોટી જ્યોત પ્રગતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.