આયાત ઘટાડવા સરકારે આયાતી તેલ પર ડ્યુટી વધારવી જરૂરી !!!

ખાદ્ય તેલમાં 60 ટકાનું આયાત ભારણ ઘટાડવા સ્થાનિક ખેડૂતોને વધુ ને વધુ પ્રેરિત કરવા અનિવાર્ય !!!

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023-24 માટેનું જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેનાથી સામાન્ય લોકોને ઘણો ફાયદો પહોંચશે કારણકે આવકવેરા વિભાગના સ્લેબમાં બદલાવ કરવાની સાથોસાથે સાત લાખ સુધીની આવક કરવામાં આવી તેનાથી કર દાતાઓને ઘણો લાભ મળશે. બીજી તરફ સરકારે ખેતીને પણ પ્રોત્સાહન આપ્યું છે અને ખેતી ક્ષેત્રને વિકસિત બનાવવા માટે સરકાર અનેક નવી યોજનાની અમલવારી પણ કરે તેવી જોગવાઈઓ હાલ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ખાદ્ય તેલમાં છૂટછાટ મળવી જોઈએ તે હજુ સુધી મળી નથી અને તેના કારણે ગુજરાતના ઓઇલ મિલરોને ઘણી તકલીફનો સામનો કરવો પડશે.

રાજમોતી મીલના સમીરભાઈ શાહે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બજેટમાં એ વાતનો આશાવાદ હતો કે સરકાર ખાદ્ય તેલ પરનું જે આયાત ભારણ છે તેને ઘટાડવા માટે કોઈ જોગવાઈઓ કરશે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે આયાત પરનું ધારણ હાલજે જોગવાઈઓ કરવામાં આવી છે તેનાથી નહીં ઘટે. ઊલટું ભારણ વધે તો નવાઈ નહીં. સમગ્ર ભારતમાં ખાદ્યતેલની આયાત દિન પ્રતિદિન વધી રહી છે અને આશરે 60% જેટલું તેલ આયાત કરવું પડે છે ત્યારે આ વાતની ગંભીરતા સરકારને અને કોવખત રજુ કરવામાં આવી છે પરંતુ સરકારે આ બજેટમાં આ અંગે કેમ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લીધો તેના ઉપર પ્રશ્નાર્થ લાગ્યો છે.

વધુમાં સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારે આર્થિક વિકાસ કરવો હોય તો આ યાદ ઘટાડવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી પણ વધારવી જોઈએ સામે સ્થાનિક બજારમાં પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે તે માટે સરકારે સરસવ અને સીંગતેલને પણ વધુને વધુ પ્રોત્સાહિત કરવું જોઈએ. તેમના જણાવ્યા મુજબ હાલ જે રીતે કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી તેનાથી ઘણા પ્રશ્નો ખાદ્ય તેલને લઈ ઉભા થશે અને આવનારા સમયમાં ખાદ્યતેલનું ભારણ દેશની અર્થ વ્યવસ્થા ઉપર પણ જોવા મળી શકે તેમ છે. અન્ય આયાતીતેલો ની વાત કરવામાં આવે તો ઘણા તેલ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ લોકો વધુને વધુ સિંગતેલ અને સરસવ તેલને પ્રાધાન્ય આપે છે. સામે તેલ પર ભારણ ઓછું હોવાના કારણે એટલે કે ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી હોવાના કારણે માથાદીઠ તેલની આવક અને જે વપરાશ થવો જોઈએ તેમાં પણ અધધ વધારો થયો છે જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

ખેડૂતોને મગફળી અને સરસવનું ઉત્પાદન કરવા જાગૃત કરવા જોઈએ !!!

રાજમોતી મિલના સમીરભાઈ શાહે બજેટમાં ઓઇલમિલરોને કેન્દ્રસ્થાને રાખી હતું કે જ્યાં સુધી સરકાર આયાતી તેલ પરની આયાત ડ્યુટી નહીં વધારે ત્યાં સુધી ઈમ્પોર્ટનું પ્રમાણ ઘટવાના બદલે સતત વધશે અને તેની સીધી જ અસર દેશની અર્થ વ્યવસ્થા ઉપર પણ જોવા મળશે. ધુમા તેઓ ઉમેર્યું હતું કે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ગુજરાતમાં સરસવનો ઉત્પાદન વધી રહ્યું છે અને ગુજરાતની જ જો વાત કરીએ તો ખાદ્ય તેલમાં લોકો સૌથી વધુ સિંગતેલ અને સરસવના તેલને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સરકાર ખેડૂતોને આ બંને તેલીબિયાના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરે અને કોઈ નીતિ જાહેર કરે તો એ વાત સાચી છે કે આયાત ઉપરનું ધારણ દિન પ્રતિદિન ઘટવા લાગશે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે સરકાર કદાચ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ સ્થાનિક લોકોને વધુ લાભ મળે તે દિશામાં કાર્ય કર્યું હોય પરંતુ હાલની સ્થિતિને અવલોકન કર્યા બાદ સરકાર આયા તે તેલ પરની આયાત ડ્યુટી ઘટાડે તો જ અર્થવ્યવસ્થા ને બુસ્ટરડોઝ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.