ગુજરાત સંગીત નાટક અકાદમીના અઘ્યક્ષ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા તેમજ અઢળક ગુજરાતી, હિન્દી ફિલ્મોના સંગીતકાર પંકજ ભટ્ટે સ્વર સામ્રાગ્ની લતા મંગેશકર પાસે ગવડાવ્યું હતું પ્રભાતીયુ

પદ્મશ્રી ભીખુદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, કિર્તીદાન ગઢવી, લલીતાબેન ઘોડાદ્રા, નિલેશ પંડયા, હેમત ચૌહાણ સહિત ર0 કલાકારો દ્વારા ગવાયેલા ‘કસુંબીનો રંગ’ હવે પ્રવાસન સ્થળોએ પણ સાંભળવા મળશે પંકજ ભટ્ટ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 1રપમી જન્મ જયંતિ વર્ષની ઉજવણી સમગ્ર રાજયમાં થઇ રહી છે ત્યારે મેઘાણીનું સાહિત્ય, ગીતો, કથાઓ, નાટકો, લોક ગાયકો અને વાદકો તેમજ વડનગર ખાતે આવેલ તાનારીરી પરફોરમિંગ આર્ટસ કોલેજ વગેરે વિષયોને આવરી લેતી ચર્ચા અને વિસ્તૃત માહીતી ‘અબતક’  ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ ચાય કે ચર્ચા માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા તેમજ રાજકોટનું ધરેલું ગુજરાતી, હિન્દી ફિલ્મોના સંગીતકાર,કંપોઝર, તેમજ ગુજરાત સંગીત નાટક અકાદમીના અઘ્યક્ષ પંકજ ભટ્ટ દ્વારા તાજેતરમાં રજુ કરવામાં આવી હતી.જે સંક્ષિપ્તમાં અહિં રજુ કરવામાં આવ્યો છે.

 

સવાલ:- સંગીત નાટક અકાદમીના ચેરમેન તથા ત્યારથી આજ સુધીમાં ‘મેઘાણી ’ને કેન્દ્રમાં રાખી અકાદમી દ્વારા કયા કયા કાર્યક્રમો કર્યા?

જવાબ:- રાજય સરકાર અને મેઘાણી સ્મૃતિ સંસ્થાન બન્નેના સહયોગથી મેઘાણીના વિવિધ પ્રસંગો જેવા કે ર8 ઓગષ્ટે જન્મદિન, 30 જાન્યુ. શહિદ દિન, શોર્ય દિવસ, 9મી માર્ચ પુણ્યતિથિ તેમજ નવરાત્રી દરમિયાન ‘રઢીયાળી રાત’ કે જેમાં મેઘાણીના લોકગીતો વાતો ગરબા વગેરે અને સામાન્ય રીતે જોઇએ તો મેઘાણીજીની કૃતિઓ વગર ડાયરો શુન્ય હોય તેવું લાગ્યા વિના રહે નહીં.

સવાલ:-  મેઘાણીની 1રપમી જન્મજયંતિને અનુલક્ષીની અકાદમી દ્વારા કયા કયા કાર્યક્રમો અંગે વિચાર્યા છે?

જવાબ:- મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અઘ્યક્ષતામાં એક કમીટીની કરવામાં આવેલી સમિતિનો અકાદમી પણ એક ભાગ છે. અને ચોટીલા ખાતે કાર્યક્રમ યોજેલ જયારે કોરોના ના કારણે ઓનલાઇન કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત મંત્રી ભુપેન્દ્રસિંહની ઇચ્છા અનુસાર ‘કસુંબીનો રંગ’ ગીતનો પ્રચાર-પ્રસાર થાય તે બાબતે આગળ વધવું તે સંદર્ભે ટોચના વીસ કલાકારોને લઇ કસુંબીનો રંગ ગીતને સંગીતમાં સંગીતની સજાવટ થઇ ગઇ છે. અને ગીતમાં મેઘાણીભાઇને સ્પર્શતા  સ્થળોને કંડારવામાં આવ્યા છે. આ ગીતને ટુંક સમયમાં ખુલ્લુ મુકાશે ઉ5રાંત કોલેજો, સ્કુલો વગેરેમાં મેઘાણીભાઇના લોકગીતો, નાટકો વગેરે કૃતિઓની સ્5ર્ધા યોજવા ઉપરાંત આ ક્ષેત્રે મોટાભાગના કલાકારો ભાગ લઇ શકે તેવું પણ એક આયોજન છે. કવિતા ક્રિષ્નામૂર્તિ, કુમાર સાનુ, લત્તાજી વગેરે મેઘાણીના ગીતોથી ખુબ જ પ્રભાવીત છે ઉપરાંત મેઘાણીજીની વેબ સીરીઝ બનાવવા પણ વિચારણા ચાલે છે. જેમાં મેઘાણીજીના મોટાભાગના પ્રસંગો આવરી લેવામા આવશે જેમાં મોટાભાગના કલાકારોનો સહયોગ સાપડશે તેવી શ્રઘ્ધા છે. દરેક શહેરોમાં ડાયરા, મેઘાણી કથા, નાટકો વગેરે યોજવા વિચારણા ચાલી રહી છે.

સવાલ:- સંગીતકાર તરીકે તમે મેઘાણીના ગીતોના સંગીત આપતા સમયે કયા પ્રકારની અનુભૂતિ કરો છ?

જવાબ:- મેઘાણીનું સાહિત્યએ આપણું પારિવારીક સાહિત્ય છે. અને આપણી ભાતીગળ સંસ્કૃતિના લોકગીતો, ભજનો વગેરેની તૈયારી કરવા ઇચ્છુક યુવાનો માટે દર શનિ-રવિ સહયોગ આપવાની મારી તૈયારી છે.

સવાલ:- કોરોના કાળ દરમિયાન અકાદમી દ્વારા કયાં કયાં પ્રકારના કાર્યક્રમો યોજાયા?

જવાબ:- કોરોનાની બીજી લહેર શરુ થઇ તે પહેલા જ નાટકના કલાકારો, તુરી બારોટ, ડાક-ડમરૂના કલાકારો, નૃત્યના કલાકારો વગેરેને સહાય આપી છે અને હજુ પણ વધુમાં વધુ કલાકારોને આવી સહાય મળી રહે, તેવા પ્રયાસો ચાલુ છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન વગેરે કરવામાં આવ્યા, અને મેઘાણીભાઇના બાકી રહેલા ગીતોને રેકોર્ડ કરી આપણા પ્રવાસન સ્થળોએ મૂકવા પણ એક વિચારણા છે.

સવાલ:- વડનગરમાં તાનારીરી કોલેજનો પ્રોજેકટ શું છે?

જવાબ:- 2018થી શરુ કરવામાં આવેલ પ્રયત્ન સફળ થયા, વડનગર ખાતેની તાનારીરી કોલેજમાં ગાયન, નૃત્યુ, તબલા, ગીયર, ફલ્યુટ તેમજ ડીપ્લોમાં વેસ્ટર્ન વાજીંત્રો અને શાસ્ત્રીય સંગીતના સમન્વય સમાન કોલેજમાં જ વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ મળી રહે હવે આવા તાલીમાર્થીઓને પુના કે દિલ્હી જવું નહી પડે બે ત્રણ માસ બાદ તમામ કોર્ષ શરુ થઇ જશે અને તમામ છાત્રો ને રહેવા માટેની પણ વ્યવસ્થા કરવા તેમજ આ કોલેજમાં લોકસંગીત પણ શરુ થાય તેવા પ્રયાસો છે. આ કોલેજમાં અનુરાધા પોંડવાલે રૂબરૂ મુલાકાત લઇ આનંદ વ્યકત કર્યો અને લતા મંગશકરે પણ શુભેચ્છા પાઠવ્યાં હતા.

સવાલ:- મેંઘાણી સાહિત્ય વિષે…?

જવાબ:- મેંઘાણી સાહિત્ય ગીત, લોકગીત, કથા વગેરેમાં તમામ રસ જળવાયેલા છે. અને લોક ગાયકો એ શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લેવું જરુરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.