બહુ લોકોના કોલ અને મેસેજ આવ્યા છે, થાકી ગયો : ઋષભ રૂપાણી
મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો.વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતું હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી. ત્યારે આ બાબતે મુખ્યમંત્રીના સુપુત્ર ઋષબ રૂપાણીએ અબતકના પ્રતિનિધિ ઋષિ દવેની ફેસબૂક પોસ્ટ પર કોમેન્ટ કરી જણાવ્યું હતું કે,મારા લગ્નનની અફવાના મેસજ વાયુવેગે ફેલાયા છે. મને પણ બહુ લોકોના કોલ અને મેસેજ આવ્યા છે હવે હું થકી ગયો છું.
હાલમાં મારા લગ્નનું કોઈ જ આયોજન નથી. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, ’મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મેસેજ પાયા વિહોણા છે. લોકડાઉનની સરકારે જાહેરાત ન કરતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્વિટ કરાયું છે કે, મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાથી વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે.
આ માત્ર સોશિયલ મિડીયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે. અત્યારે મારૂ અને મારી સરકારનું આયોજન ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવાનું છે. આમ ફેક ન્યુઝ દ્વારા કરવામાં આવી રહેલ અપપ્રચારનો સીએમના ટ્વિટ બાદ અંત આવ્યો છે. સાથે હવે આવા ભ્રામક મેસેજ કરતા લોકોથી પણ લોકોએ દૂર રહેવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે, આજકાલ દરેક લોકો સોશિયલ મીડિયાના વહેણમાં વહી રહ્યાં છે. પરંતુ લોકોને એ વાતની ખબર હોતી નથી કે, સોશિયલ મીડિયા પર આવતા દરેક સમાચાર સાચા છે કે ખોટા, લોકો જોયા વગર જ તેને શેર કરતા હે છે.
પરંતુ સોશિયલ મીડિયા પર આવતી 70 થી 80 ટકા માહિતી ખોટી હોતી હોય છે. તેથી આવી માહિતી શેર કરતા પહેલા ચકાસો કે તે સાચા છે કે નહિ તે જુઓ. સોશિયલ મીડિયા પર ધડાધડ જોયા વગર શેર કરવું એ પણ એક ગુનો છે. કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર આવા સમાચાર ફોરવર્ડ કરવા પણ ગુનો છે.