એપલના iPhone વિશે તો તમે ખૂબ સાંભળ્યું હશે પણ બની શકે કે, તમે એપલના શૂઝથી અજાણ હોવ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આઈફોન, મેકબુક, આઈપેડ અને આઈમેક જેવી પ્રોડક્ટ્સ બનાવનારી કંપની એપલના શૂઝની હરાજી થવાની છે. આ શૂઝને એપલે ખાસપણે પોતાના કર્મચારીઓ માટે 1990માં બનાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલના આ શૂઝની નિલામી 11 જૂને ઈ-કૉમર્સ વેબસાઈટ eBay પર થશે.
અમેરિકાના પ્રસિદ્ધ ઑક્શન હાઉસ હેરિટેજ ઑક્શન્સમાં આ જૂતાને 15 હજાર ડૉલર (આશરે 9 લાખ 65 હજાર)ની શરૂઆતી કિંમત સાથે હરાજીમાં મૂકવામાં આવ્યાં છે. એક્સપર્ટ્સ અનુસાર શૂઝની હરાજી 30 હજાર ડૉલર (આશરે 20 લાખ રૂપિયા) સુધી બોલાઈ શકે છે.
આ શૂઝ એડિડાસે બનાવ્યા છે, જેના પર ક્લાસિક એપલ રેનબો લોગો બનેલો છે. તેની અમેરિકન સાઈઝ 9.5 છે. અગાઉ પણ આ શૂઝને 2007માં eBay પર સેલ માટે મૂકવામાં આવ્યા હતા. તે સમયે તેની કિંમત 105 ડૉલર (6,760 રૂપિયા) હતા.