અબતક, રાજકોટ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીએ જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત અન્ય કોર કમિટીના સભ્યો ઉપસ્થિત હતા.
પાલનપુર ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન હવામાંથી સીધો ઓક્સિજન બને તેઓ પ્લાન્ટ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કોઈપણ ગામડામાં પોઝિટિવ કેસ આવે તો તેને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહેશે.
ઘરે સારવાર લેવી હશે તો અધિકારીઓની ચકાસણી બાદ જ સારવાર લઈ શકાશે. જિલ્લામાં બનાસ કોવિડ હોસ્પિટલ અને બનાસડેરીમાં ઓક્સિજન માટેની સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારનો આવનારા દિવસોમાં 300 ટન ઓક્સિજન માટે રાજ્યમાં 250 થી વધુ પ્લાન્ટ ઉભા કરવાનો પ્લાન છે. આવનારી ત્રીજી વેવમાં ઓક્સિજનની ઘટ ન થયા તેવા પ્રયત્નો છે.
હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપણે પૂરતા આપ્યા છે. બનાસકાંઠામાં 18 હજાર ઈન્જેક્શન આપ્યા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઇ રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી તેમાંથી બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ ફાળવી છે.
ભારત સરકારના તર્જગનો આપણને ક્યારે વેક્સીનેશન કરવું તે સૂચવે છે તે પ્રમાણે કામ થાય છે. આપણે કુલ 3 કરોડ વેક્સીન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી તે અનુકૂડ ન હતી અને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને 10 માં પછી ઓછા લોકો વિવિધ ફિલ્મમાં જતા હશે તેથી આપણે માસ પ્રમોશન આપ્યું છે.