શ્રીલંકાની ટીમ આગામી ૨૭મીથી પાકિસ્તાનમાં ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ રમનારી છે
શ્રીલંકાના ૧૦ ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે સુરક્ષાના કારણોસર જવાનો નનૈયો ભણ્યાના અહેવાલે રાજદ્વારી અને ખેલ જગતમાં ભારે ચકચાર જગાવ્યો છે.
પાકિસ્તાનમાં સુરક્ષાના મુદાને લઈને શ્રીલંકાના ખેલાડીઓ જેમાં લશીત મલીંગા, વન્ડે કેપ્ટન દીમુથ કુરૂનારત્ને ને પાકિસ્તાનના પ્રવાસમાંથી મુલત્વી રાખવામા આવ્યા છે. માર્ચ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમની બસ ઉપર લાહોરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે મોટાભાગની આંતરીક ટીમોએ દક્ષિણએશિયાના આ દેશ મા ક્રિકેટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો.
શ્રીલંકા કિક્રેટ બોર્ડે જણાવ્યું હતુ કે પોતાના દેશના ખેલાડીઓને છ મેચોની સીરીઝની સુરક્ષા વ્યવસ્થાથી માહિતગાર કર્યા હતા પરંતુ તેમને પ્રવાસ કરવો કે નહી તેના નિર્ણયની સ્વાયત્તતા આપવામાં આવી હતી બોર્ડના આ નિર્ણયથી ટીમના દસ ખેલાડીઓએ ત્રણ વન્ડે અને ત્રણ ટી. ૨૦ મેચો કે જે કરાંચીમાં ૨૭ સપ્ટે. થી યોજાવવાની છેતેમાં ન જવાનું નકકી કર્યું છે અન્ય આઠ ખેલાડીઓમાં થિસારા પરેરા, એજેલો મેથ્યુસ, નિરોશન ડીકેવાલી, કૌશલ પરેરા, ધનનંજય ડીસીલવા, અકિલા ધનંજય, સુરંગા લખમલ અને દીનેશ ચાંડીમલનો સમાવેશ થાય છે.
કરૂણનારત્ને અને લાહિરૂ થીરૂમજોની જગ્યાએ વનડે સ્કીપર તરીકે સમાવેશ ક્રવામા આવ્યું હતુ. ટી.૨૦નું નેતૃત્વ દેશુનને સોપવામા આવ્યું હતુ જે આજે ૨૮મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શ્રીલંકા સ્પોર્ટસ મિનિસ્ટર હરિન ફન્નાડો એ પણ પાકિસ્તાનમાં લાંબા પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ છ મેચો રમવાની હતી જેમાં ત્રણ કરાંચીમાં વન્ડેના રૂપમાં, ૨૭,૨૯ સપ્ટેમ્બર અને ૨ ઓકટોબર અને લાહોરમાં ટી.૨૦ની ત્રણ મેચ ૫,૭,૯ રોજરમાવાના હતા તેપ્રવાસમાં ખેલાડીઓએ જવાનો ઈન્કાર કરી દેતા પાકિસ્તાન સાથેની લંકાની ક્રિકેટ ટકકર મુલત્વી રહી છે.