પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે થયેલા હુમલામાં ઈંડા, ટમેટા, જુતા, પાણીની બોટલો સહિતની ચીજ વસ્તુઓનો મારો કરીને દુતાવાસના બારી-દરવાજાના કાચ તોડી નંખાયા
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે સફળતાપૂર્વક હટાવી હતી ભારતની આ આંતરીક બાબતને આંતરરાષ્ટ્રીય સ્તરે વગોવવા પાકિસ્તાને ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ, તેમાં દરેક તબકકે નિષ્ફળતા મળતા રઘવાયા બનેલા પાકિસ્તાને આ મુદો આંતરરાષ્ટ્રીય સ્તરે ધુંધવાતો રહે તેવા સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે મંગળવારે લંડનમાં ભારતીય દુતાવાસ સામે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે જ પાકિસ્તાન મૂળના બ્રીટીશ ૧૦ હજાર જેટલા નાગરીકોએ ભારતીય દુતાવાસ પર રીતસરનો હલ્લો બોલાવી દીધો હતો. લંડનની ગલીઓમાં આ સપ્તાહમાં બીજી વાર ઉગ્ર દેખાવો થયા હતા.
ભારતીય દુતાવાસ સામે કાશ્મીર ફ્રીડમ માર્ચનું પાર્લામેન્ટ સ્કવેરથી કમીશનર બિલ્ડીંગ સુધી ઈગ્લેન્ડની લેબર પાર્ટીના સાંસદે પાક કબજાગ્રસ્ત કાશ્મીરના ઝંડા અને કાશ્મીરમાં અત્યાચાર બંધ કરો અને આઝાદી આપોના સુત્રોચ્ચાર વચ્ચે વિશાળ દેખાવ કર્યા હતા. આ દેખાવકારોમાં મોટાભાગે બ્રિટનમાં વસતા પાકિસ્તાનીઓ તથા પાક કબજાગ્રસ્ત મૂળના નાગરીકો જોડાયા હતા. દેખાવકારોએ ઈંડા, ટમેટા, જુતા, ધુવાડીયા બોમ્બ પાણીની બોટલોનો મારો કરી ભારતીય દુતાવાસ કચેરીના બારી દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. આ દંગલ અંગે ભારતીય હાઈ કમિશનરે ફોટા સાથે સંકુલના નુકશાનની તસવીરો શેર કરી હતી પાકિસ્તાન મૂળના લંડનના મેયરે ટવીટ કરીને જણાવ્યું હતુ કે હુ આવી અશોભનીય હરકતને વખોડું છું
લંડનમાં ભારતીય દુતાવાસ સામે અઠવાડીયામાં બીજીવાર ભારતીય દુતાવાસ સામે દેખાવોની ઘટના બહાર આવી છે. ૧૫મી ઓગષ્ટે કેટલાક લોકોએ ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડાઓ સાથે ભારતીય દુતાવાસના કર્મચારીઓ કે જે શાંતિપૂર્ણ રીતે ભારતીય સ્વતંત્રપર્વની ઉજવણી કરી રહ્યા હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા કેટલાક લોકો બ્રીટીશ પાકિસ્તાની, પાકિસ્તાની, કાશ્મીરીઓ અને ખાલીસ્તાની શીખના ભારત વિરોધી દેખાવોમાં ઉત્પાત મચાવતા દેખાયા હતા આ તોફાની તત્વોએ ભારતીય દુતાવાસ કચેરીએ થઈ રહેલી ૧૫મી ઓગષ્ટની ઉજવણીના કાર્યક્રમમાં ઈંડા, પ્લાસ્ટીક અને કાંચની બોટલો જુતા અને હાથમા આવે તે ચીજ વસ્તુઓથક્ષ હલ્લો બોલાવ્યો હતો. આ હલ્લામા ભારતીય દુતાવાસ કચેરીમાં મહિલાઓ અને બાળકો ઘુસી ગયા હતા અને જયાં સુધી પોલીસ તે ઘટના સ્થળે પહોચી નહિ કે સલામતીની વ્યવસ્થાન કરી ત્યાં સુધી તેઓએ દુતાવાસ છોડવાનો ઈન્કાર કરી દીધો હતો.
લંડન ખાતે પાકિસ્તાની મુળના બ્રિટનના નાગરીકોએ ભારતીય દુતાવાસ સામે કરેલા દેખાવો અને તોફાનોને લઈને લંડન પોલીસે ભારતીય દુતાવાસ અને અધિકારી કર્મચારીઓની સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત તેનાત કરી દીધા છે. આ દેખાવોમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીર, પાક મૂળના બ્રિટીશ નાગરીકો અને ખાલીસ્તાન મૂકિત મોરચાના ચળવળ સાથે જોડાયેલા લોકો પોત પોતાના ધ્વજો લઈને ભારતીય દુતાવાસ સામે દેખાવોમાં જોડાયા હતા.