વડાપ્રધાન મોદીનાં ગો કેશલેશ અભિયાનને મળશે વેગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારનાં ગો કેશલેશનાં અભિગમને વધુ વ્યવહારું બનાવવા સરકારે આરટીજીએસ અને નેટબેકિંગથી પૈસા મોકલવાનાં ખર્ચને વધુ સસ્તુ બનાવવાનો અમલ આજથી શરૂ કરવાની જાહેરાત કરી છે. રીઝર્વ બેન્કે નેટ બેન્કિંગ અને આરટીજીએસ સેવા પર કોઈપણ જાતનો વધારાનો બોજો ન નાખવાનો નિર્ણય કર્યો હતો. નેટ બેન્કિંગ અને આરટીજીએસ પર વધારાનો બોજ ન નાખવાનો અને તમામ ચાર્જ હટાવવાનો અમલ ૧લી જુલાઈથી નકકી કર્યું છે. આરબીઆઈએ તમામ બેંકોને આ નિર્ણયનો અમલ ૧લી જુલાઈથી જ કરવા તાકિદ કરી દીધી છે. રિયલ ટાઈમ ગ્રો સેટલમેન્ટ આરટીજીએસ નાણાની હેરફેર માટે મહત્વનું માધ્યમ અને બેકિંગ સિસ્ટમનો લોકો ૨ લાખ સુધીનાં હસ્તાંક્ષર માટે સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે સરકાર પ્રતિબઘ્ધ બની છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે આરટીજીએસ અને નેટબેન્કિંગ પર કોઈપણ જાતનો ચાર્જ ન લગાડવા આરબીઆઈએ નિર્ણય લીધો છે. જેનાથી બેંકો ગ્રાહકોની સેવા સસ્તી કરી શકશે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ નેટબેન્કિંગ માટે ૧ થી ૫ રૂપિયા વસુલે છે જયારે નેટ બેન્કિંગ અને આરટીજીએસનાં માધ્યમથી પૈસાનાં હેરફેર પર ૫ થી ૫૦ રૂા. વસુલે છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા સેન્ટ્રલ બેંકે પ્રોસેસીંગ ચાર્જ દુર કરવાનું નકકી કર્યું છે. અત્યારે આરબીઆઈ નેટબેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ બેંકો પાસેથી આરટીજીએસ અને નેટબેન્કિંગ માટે ઓછામાં ઓછું કર વસુલે છે. બેંકો આ પૈસા ગ્રાહકો પાસેથી વસુલે છે. આરબીઆઈએ આઈબીઆઈનાં ચીફ એકઝીકયુટીવ વીજી કાનનની અધ્યક્ષતામાં એટીએમનાં દર ઘટાડવા માટેની સમિતિની રચના કરી છે. દેશમાં એટીએમનાં વપરાશમાં ઉછાળો આવતા હવે એટીએમ સેવા માટે ચાર્જ વસુલવાની માંગણી ઉઠવા પામી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશનાં અર્થતંત્રમાં ફરતા કાળનાણાનાં ઉપદ્રવને નાથવા માટે નોટબંધી પછી કેશલેશ ટ્રાન્ઝેકશને પ્રોત્સાહન આપવાની દિશામાં અર્થતંત્રને આગળ વધાર્યું છે ત્યારે આરબીઆઈએ આરટીજીએસ અને નેટ બેન્કિંગની સેવાને સાવ સસ્તી બનાવવાનાં નિર્ણયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગો કેશલેશનાં સપનાને સાકાર કરવા લોકોને રોકડનાં બદલે વધુને વધુ નેટ બેન્કિંગ તરફ વાળવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી દેશમાં આરટીજીએસ અને નેટબેન્કિંગની સેવા સાવ સસ્તા દરે ઉપલબ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.